પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના કાંટેલીયા ગામે રાત્રીના બાઈક આડે ભૂંડ ઉતારતા અકસ્માતની ઘટના બની હતી. જેમાં બાઈક સવાર એક બાળક સહીત ત્રણ લોકો ઈજાગ્રસ્ત બનતા તેમને સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ મનીષભાઈ પરમારની સાથે રહેલા તેમના પરિવાર જનોએ આપેલ વિગત મુજબ તેઓ ગત રાત્રીના તેઓ રાતડી ગામેથી માધવપુર ગયા હતા. અને પરત ફરતી વખતે કાંટેલીયા ગામે નજીક બાઈક આડે ભૂંડ ઉતારતા અકસ્માતની ઘટના બની હતી જેમાં બાઈકમાં સવાર મનીષભાઈ પરમાર, તેમના પત્ની શાંતિબેન તથા તેમના બાળક રાજવીરને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં શાંતિબેન તથા રાજવીરને સામાન્ય ઈજાઓ પહોંચતા તેઓને સારવાર આપી છુટ્ટા કરાયા હતા તેમજ મનીષભાઈને વધુ ઇજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya