ભેસાણ તારીખ ૧૫/૯/૨૦૨૫ સુધી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
જૂનાગઢ 19 જુલાઈ (હિ.સ.) ભેંસાણ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ જૂનાગઢ હસ્તકના બામણગઢ – માંડવા- ખારચીયા રોડ પર સિંચાઈ યોજના વિભાગ હસ્તકના ઉબેણ નદી પર આવેલ મેજર બ્રિજ પર જાહેર સલામતી માટે ભારે વાહનો માટે રસ્તો બંધ કરવા જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ કે
ભેસાણ તારીખ ૧૫/૯/૨૦૨૫ સુધી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું


જૂનાગઢ 19 જુલાઈ (હિ.સ.) ભેંસાણ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ જૂનાગઢ હસ્તકના બામણગઢ – માંડવા- ખારચીયા રોડ પર સિંચાઈ યોજના વિભાગ હસ્તકના ઉબેણ નદી પર આવેલ મેજર બ્રિજ પર જાહેર સલામતી માટે ભારે વાહનો માટે રસ્તો બંધ કરવા જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ કે. બી. પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ ઉકત રસ્તો બંધ થવાથી વૈકલ્પિક રસ્તા તરીકે બામણગઢ - માંડવા -ખંભાળિયા રાણપુર થી ભેંસાણ તરફ અને બામણગઢ – માંડવા - ખંભાળિયા રાણપુર થી જૂનાગઢ તરફ રસ્તાનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી તારીખ૧૫/૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande