જયુબેલી વિસ્તારમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) પોરબંદર શહેરમાં જુદી-જુદી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા દ્વારા ધારાસભ્યની સેવા આપના આંગણે પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સેવાકાર્યોનું આયોજન અને કેમ્પની વિવિધ પ્રવૃત્તિઓ જયુબેલી ખાતે યોજવામાં આવી હતી.પોરબંદરના ધારાસભ્ય
જયુબેલી વિસ્તારમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.


જયુબેલી વિસ્તારમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.


જયુબેલી વિસ્તારમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.


જયુબેલી વિસ્તારમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.


પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) પોરબંદર શહેરમાં જુદી-જુદી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા દ્વારા ધારાસભ્યની સેવા આપના આંગણે પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સેવાકાર્યોનું આયોજન અને કેમ્પની વિવિધ પ્રવૃત્તિઓ જયુબેલી ખાતે યોજવામાં આવી હતી.પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના સેવાકીય પ્રોજેકટ “સેવા આપણાં આંગણે” અંતર્ગત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા તથા પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય પોરબંદરના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના સહયોગથી ઘેડિયા કોળી સમાજ જ્યુબેલી ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું તથા વય વંદના કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પનો ઉદ્દેશ્ય પોરબંદર શહેરના આરોગ્ય સંબંધી પ્રશ્નોનું નિદાન કરવા અને તેમને નિઃશુલ્ક સારવારની સુવિધા પુરી પાડવાનો તથા 70 વર્ષથી ઉપરની ઉમરના વૃદ્ધ લોકોના આયુષ્યમાનકાર્ડ,રાશન કાર્ડ,વિધવા સહાય,સંદર્ભ કાર્ડ,ચુંટણી કાર્ડ,વ્હાલી દીકરી યોજના તથા આવકનો દાખલો કઢાવવાનો હોય તો તેના માટેની કામગીરી કરવાનો હતો.

આ કેમ્પમાં અનેક નિષ્ણાત ડોક્ટરોની ટીમે સેવાઓ આપી હતી, જેમાં જનરલ મેડિસિન ડો. જય પાઠક,માનસિક રોગો (સાઇકિયાટ્રી) ડો.દ્રષ્ટિ વાળા,આંખના રોગો ડો. રેહાન મહેતા,હાડકાના રોગો (ઓર્થોપેડિક): ડો. નિતિન પોપટ, સર્જરી વિભાગ ડો. અક્ષય પંડ્યા,બાળકોના રોગો ડો. યોગેશજે. દવે,ચામડીના રોગો ડો. પ્રિયાંક માકડિયા,મેડીકલ ઓફીસર ડો. ખુશાલી જેઠવા (યુ.પી.એચ.સી.સુભાષનાગર),

આ કેમ્પમાં સહયોગી સ્ટાફ જેમાંફાર્મસીસ્ટ કામડીયા જસુબેન ગાંગાભાઈ,લેબ ટેક્નિશ્યન દિપક ગરચર, નર્સિંગ સ્ટાફ સરફરાજ ગજ,ચિરાગ વારા અને રાજેશ બંધિયા (એમ.પી.એચ.ડબ્લ્યુ) (જ્યુબેલી), વર્ગ -4 કર્મચારી શિવમ ઝાલા, કેશ રાઈટર જયેશ બી.ધ્રોકડિયા,આ સાથે જ જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, ભાવસિંહજી જનરલ, મહારાણી રૂપાળીબા લેડી હોસ્પિટલ અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની તબીબી ટીમ પણ હાજર રહી હતી.આરોગ્ય સેવાઓમાં બ્લડ અને યુરિન રિપોર્ટ માટે લેબોરેટરી સુવિધા,પોર્ટેબલ યુનિટ દ્વારા તપાસ,100 થી વધુ દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી,જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ કેમ્પનું સંકલનનરેશભાઈ થાનકીએ કર્યું હતુ.આ કેમ્પમાં અતિથી વિશેષ તરીકે રામદેવભાઈ મોઢવાડીયા, (સ્થાપક પ્રમુખ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર),પ્રવીણભાઈ ખોરાવા, (પ્રમુખ પાયોનિયર ક્લબ પોરબંદર તથા સાગરપુત્ર સમન્વય પોરબંદર)વજશીભાઈ ઓડેદરા,જેઠાભાઈ ઓડેદરા, કેશુભાઈ બોખીરીયા, ગીગાભાઈ બોખીરીયા,સવદાસભાઈ ગોરાણીયા,ભરતભાઈ રાઠોડ (પ્રમુખ ઘેડિયા કોળી સમાજ જ્યુબેલી), તથા સર્વે ટ્રસ્ટીઓ,અજયભાઈ બાપોદરા ભાજપ અગ્રણી,સતીશભાઈ રાજ્યગુરૂ (પ્રમુખ બર્ડાઈ બ્રહ્મસમાજ જ્યુબેલી),વજશીભાઈ પાણખાણિયા (પ્રમુખ પ્રજાપતી સમાજ જ્યુબેલી),અન્ય મહત્વપુર્ણ હાજર રહેનારા દેવુભાઈ પંડયા,જયેશ ભોગાયતા,કિરીટ થાનકી, જયેશભાઈ વાજા, રાજશીભાઈ ઓડેદરા, રામદેભાઈ બાલસ,રણજીતભાઈ વાજા,મહેશભાઇ ભુવા, કેશુભાઈ બોરચીયા, રમેશભાઈ મોકરિયા,દિનેશ આગઠ,દિનેશ સાદીયા,જગદીશ ચૌહાણ,અલ્ફાઝ નિગામણા,ભરત જોશી,વલ્લભભાઈ જોશી,દિવ્યેશ સાદીયા,રમેશભાઈ બોખીરિયા,પરબતભાઈ મોઢવાડીયા,હરદાસભાઈ રાણાવાયા વગેરે હાજર રહ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande