લખનૌ, અમદાવાદ,20 જુલાઈ (હિ.સ.)
ગેરકાયદે ધર્મ પરિવર્તન કેસના મુખ્ય આરોપી જમાલુદ્દીન ઉર્ફે છાંગુરની ગેંગના, વધુ
એક ગુનેગારની યુપી એટીએસ દ્વારા રવિવારે લખનૌથી ધરપકડ કરવામાં આવી છે.
એટીએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે,” રાજેશ કુમાર ઉપાધ્યાયની
લખનૌ સ્થિત તેમના ચિન્હટ નિવાસસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. તે મૂળ વારાણસીનો છે.”
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે,” રાજેશ છાંગુર માટે
જમીન ખરીદતો હતો. ઉપરાંત,
તે છાંગુરના
કહેવાથી કોર્ટમાં કેસનું સંચાલન કરતો હતો. છાંગુરે રાજેશને મોટા પ્રમાણમાં ભંડોળ
પણ આપ્યું છે. એટીએસએ તેને કોર્ટમાં રજૂ કર્યો છે અને આગળની કાર્યવાહીમાં રોકાયેલ
છે.”
ઉલ્લેખનીય છે કે, ગેરકાયદે ધર્મ પરિવર્તન કેસમાં તપાસ
એજન્સી સક્રિય છે. તેના નજીકના લોકો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને
તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. તે જ સમયે, ઇડીએ વિદેશથી ભંડોળ અંગે પણ તપાસ તેજ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / દીપક / અભિષેક અવસ્થી / દીપક / સુનિલ
સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ