પોરબંદરના ખડા વિસ્તાર નજીક આખલાનો ત્રાસ
પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરમાં રેઢીયાળ પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો હાલ ચોમાસાના સમયમાં શહેરના અનેક વિસ્તારોમા સ્ટ્રીટ લાઇટની સમસ્યા જોવા મળી રહી છે. છાયા ખડા વિસ્તારમાં ડો.
પોરબંદરના ખડા વિસ્તાર નજીક આખલાનો ત્રાસ.


પોરબંદરના ખડા વિસ્તાર નજીક આખલાનો ત્રાસ.


પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરમાં રેઢીયાળ પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો હાલ ચોમાસાના સમયમાં શહેરના અનેક વિસ્તારોમા સ્ટ્રીટ લાઇટની સમસ્યા જોવા મળી રહી છે. છાયા ખડા વિસ્તારમાં ડો. જયેશ હાથીના દવાખાના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે. તેવા સમયે શુક્રવારની મોડી રાત્રીના આ વિસ્તારમાં આખલા યુધ્ધે ચડતા ઘરની બહાર પાર્ક કરેલી એક કાર અને ત્રણ જેટલા સ્કુટર અને બાઇકને ભારે નુકશાન પહોંચાડયુ હતુ આ બનાવને પગલે સ્થાનિકો એકત્રીત થયા હતા અને રાત્રીના સમયે જ મનપાના અધિકારીને જાણ કરી હતી પરંતુ અધિકારીએ યોગ્ય પ્રત્યુતર નહિં આપતા ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિકોએ એવુ જણાવ્યુ હતુ કે આ વિસ્તારમાં આખાલા અવાનવાર આતંક મચાવે છે.અને લોકોને હડફેટ લેવાની પણ ઘટના બની છે. આખાલાના ત્રાસ અને સ્ટ્રીટ લાઇટ અંગે અનેક વખત મનપાને રજુઆત કરી છે તેમ છતા કોઈ કામગીરી કરવામાં આવતી નથી આખલાના કારણે કાર અને ત્રણ બાઇકને નુકશાન થયુ છે. તેમની ભરપાઇ કોણ કરશે તેવા સવાલો સ્થાનિકોએ ઉઠાવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande