રાધનપુરમાં ખુલ્લી ગટરમાં બાળક પડ્યું, લોકોએ તાત્કાલિક બહાર કાઢ્યું, ખુલ્લી ગટરને કારણે નાગરિકોમાં રોષ
પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : રાધનપુરના રાજગઢી વિસ્તારમાં એક નાનો બાળક ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટના ઘટી છે. દુકાનના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બાળક રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે અચાનક ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. સદનસીબે આસપાસના લોકોએ તત્કાલ દોડી
રાધનપુરમાં ખુલ્લી ગટરમાં બાળક પડ્યું, લોકોએ તાત્કાલિક બહાર કાઢ્યું, ખુલ્લી ગટરને કારણે નાગરિકોમાં રોષ


પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : રાધનપુરના રાજગઢી વિસ્તારમાં એક નાનો બાળક ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટના ઘટી છે. દુકાનના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બાળક રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે અચાનક ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. સદનસીબે આસપાસના લોકોએ તત્કાલ દોડી જઈને બાળકને બહાર કાઢી લીધું હતું.

શહેરમાં આવી ઘટનાઓ પહેલ પણ બની ચૂકી છે. તાજેતરમાં એક વિદ્યાર્થી પણ ગટરમાં પડી ગયો હતો. સ્થાનિક નાગરિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં કહ્યું છે કે, આવી ઘટનાઓ હોવા છતાં ગટરના ઢાંકણ ન મુકવા પાછળ પાલિકાની બેદરકારી જવાબદાર છે.

નગરસેવિકા જયા ઠાકોરે પણ આ મુદ્દે કડક ટિપ્પણી કરતાં જણાવ્યું કે પાલિકાની પ્રિ-મોન્સૂન તૈયારી ફક્ત કાગળ પર રહી ગઈ છે.

શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો લોકો માટે જોખમરૂપ બની છે. નગરસેવિકા તેમજ સ્થાનિક રહીશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ઢાંકણ ન મુકવામાં આવે તો શહેરવ્યાપી આંદોલન યોજવામાં આવશે. નાગરિકોએ તાત્કાલિક કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માગ ઊઠાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande