પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : આત્મા પ્રોજેકટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ પોરબંદર દ્વારા રાણાવાવ તાલુકા વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતીની ક્લસ્ટર બેઝ તાલીમ યોજવામાં આવી રહી છે. ક્લસ્ટર બેઝ તાલીમમાં જી.પી.કે.વી.બી બાદલ કાનગડ દ્વારા પ્રાકૃતિક કૃષિ અને ઉત્પાદિત ખેત પેદાશોના વેંચાણ અને પ્રાકૃતિક પેદાશની માર્કેટ વ્યવસ્થા સૃદઢ બને અને ખેડૂતો વેંચાણ માટે જિલ્લા અલગ-અલગ વેંચાણ કેન્દ્રની માહિતી આપવામાં આવી હતી અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત અને તેના ફાયદાઓ સહિતની જાણકારી આત્મા પ્રોજેકટના ભરત ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya