પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : પાટણ નગરપાલિકા સંચાલિત શ્રી મ.ક.જીમખાનાના નવા હોદ્દેદારોની વરણી રવિવારે જનરલ સભા દરમિયાન કરવામાં આવી હતી. આ બેઠક નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં ચિંતનભાઈ પ્રજાપતિને વહીવટી પ્રમુખ તરીકે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા હતા.
રમતગમત ક્ષેત્રે સક્રિય યોગદાન આપતા ચિંતનભાઈની નિમણૂકથી પાટણના રમતવીરોને નવી ઉત્તેજના મળશે તેવી આશા ખેલપ્રેમીઓએ વ્યક્ત કરી છે. વહીવટી ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ આર. પટેલ (વાસુભાઈ), મહામંત્રી તરીકે નિલેશભાઈ એન. પટેલ અને સહમંત્રી તરીકે અરવિંદભાઈ જી. પટેલની નિમણૂક કરવામાં આવી છે.
કારોબારી સમિતિના સભ્યો તરીકે મનોજભાઈ કે. પટેલ, અજયભાઈ બી. પટેલ, જયપ્રકાશ એમ. પટેલ, સુમિતભાઈ પ્રજાપતિ, અજયભાઈ મોદી, જીગરભાઈ મહેતા, હાર્દિક રાવલ, રાકેશભાઈ પટેલ, વિકાસ પટેલ, આશિષભાઈ તન્ના, રણછોડભાઈ પટેલ, ઉત્તમભાઈ ડોડીયા અને મુકેશભાઈ પટેલની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર