દેલવાડામાં વરુણદેવને રીઝવવા વેપારીઓ એ, મંદિરમાં ધ્વજા ચઢાવી પ્રાર્થના કરી
વેપારીઓ એ પોતાના વેપાર રોજગાર બંધ રાખી, વરુણદેવને મનમુકી પધારવા પ્રાર્થના કરી
વરુણદેવને મનમુકી પધારવા પ્રાર્થના કરી


ગીર સોમનાથ, 20 જુલાઈ (હિ.સ.) સમગ્ર ગુજરાત માં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેમાં અષાઢ મહિનો શરૂ હોય અને ઉના તાલુકામાં વરસાદની અછત હોવાના લીધે દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ દેલવાડા ગામના તમામ વેપારી બંધુઓએ સમસ્ત ગામ બંધ રાખી અને વાજતે ગાજતે ધૂન ભજન કરતા દેલવાડા ગામના તમામ મંદિરો પર શીશ ઝુકાવી તમામ મંદિરો પર ધ્વજા ચઢાવી વરુણદેવને રીઝવવા પ્રાર્થના કરી હતી.

બપોર બાદ દેલવાડા ગામની બહાર મચ્છુન્દ્રી નદી પાસે આવેલ ભીડભંજન મહાદેવના મંદિરે સત્યનારાયણ ભગવાનની કથા પણ રાખવામાં આવી હતી અને વરુણદેવને મનમુકીને પધારવા દેલવાડા ગામના વેપારી ભાઈઓએ અને ગ્રામજનોએ પ્રાર્થના કરી હતી.

આ તકે ઉનાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ), તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઈ બાંભણીયા, જીલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ બાબુભાઈ બાંભણીયા, તાલુકા પંચાયતના સદસ્ય દેવશીભાઈ મકવાણા, રાહુલભાઈ બાંભણીયા, ચનુભાઈ બાંભણીયા તેમજ વેપારી ભાઈઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande