વડોદરામાં યુવતી સાથે બળાત્કાર કરી બ્લેકમેલ કરનાર પકડાયો
વડોદરા, 20 જુલાઈ (હિ.સ.)- શહેરના નજીકના ગામની એક યુવતીએ એવી ગંભીર ફરિયાદ કરી છે જેમાં પરિણીત શખ્સ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું અને વીડિયો ઉતારી તેનું લાભ લઈને લાંબા સમય સુધી શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. આરોપી પંકજ દિલીપસિંહ મકવાણાની ધરપકડ જ
Arrest


વડોદરા, 20 જુલાઈ (હિ.સ.)- શહેરના નજીકના ગામની એક યુવતીએ એવી ગંભીર ફરિયાદ કરી છે જેમાં પરિણીત શખ્સ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું અને વીડિયો ઉતારી તેનું લાભ લઈને લાંબા સમય સુધી શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. આરોપી પંકજ દિલીપસિંહ મકવાણાની ધરપકડ જવાહરનગર પોલીસે કરી લીધી છે અને વધુ તપાસ ચાલુ છે.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે જ્યારે તે 18 વર્ષની હતી ત્યારે પંકજ મકવાણા નામનો શખ્સ તેને વારંવાર માર્ગમાં રોકીને પ્રેમ સંબંધ માટે દબાણ કરતો હતો. પરંતુ પરિણીત હોવાથી તેણે ઇનકાર કર્યો હતો. એક વખત યુવતી ઘરમાં એકલી હતી ત્યારે આરોપીએ ઘરમાં ઘુસી જઈ દુષ્કર્મ આચર્યું અને તેની ઇજાજત વિના વીડિયો પણ ઉતાર્યો.

આ વીડિયો વડે આરોપીએ તેને વારંવાર ધમકી આપી શારીરિક શોષણ કર્યો. યુવતીના લગ્ન પછી પણ પંકજ ઇન્સ્ટાગ્રામ સહિત મેસેજ મારફતે તેને હેરાન કરતો રહ્યો. આ બાબતના ખુલાસાથી યુવતીના લગ્ન તૂટી ગયા હતા અને તે પિયરમાં રહેવા લાગી.

યુવતીએ ફરિયાદમાં વધુ જણાવ્યું કે આરોપી પાસે અનૈતિક ફોટા અને વીડિયો પણ છે, જેના આધારે તે બ્લેકમેલ કરતો રહ્યો. યુવતી અને તેના પરિવારજનોએ ગામના સરપંચના પતિને આ વિશે જણાવી મદદ માંગતા તેઓએ તટસ્થ રહેવાનો નિર્ણય લીધો અને પોલીસમાં ફરિયાદ કરતાં કોઇ લાભ નહીં થાય એવો જવાબ આપ્યો હતો.

જવાહરનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એન. પરમારની ટીમે આરોપી પંકજ મકવાણાની ધરપકડ કરી છે અને ઘટનાની સઘન તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande