કોરડા ગામમાં રૂ. 2.25 લાખની ચોરી, પોલીસ તપાસમાં લાગી
પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : સાંતલપુર તાલુકાના કોરડા ગામના ઠક્કરવાસ વિસ્તારમાં ચોરીની ઘટના બની છે. હસમુખલાલ ભગવાનદાસ દેવરામભાઈ દાવડા ઠક્કરના મકાનમાં અજાણ્યા ચોરોએ ઘૂસીને રૂ. 2.25 લાખની કિંમતના રોકડ અને દાગીના ચોરી કરી ગયા છે. ચોરોએ મકાનની તિજોરી તોડીને
કોરડા ગામમાં રૂ. 2.25 લાખની ચોરી, પોલીસ તપાસમાં લાગી


પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : સાંતલપુર તાલુકાના કોરડા ગામના ઠક્કરવાસ વિસ્તારમાં ચોરીની ઘટના બની છે. હસમુખલાલ ભગવાનદાસ દેવરામભાઈ દાવડા ઠક્કરના મકાનમાં અજાણ્યા ચોરોએ ઘૂસીને રૂ. 2.25 લાખની કિંમતના રોકડ અને દાગીના ચોરી કરી ગયા છે.

ચોરોએ મકાનની તિજોરી તોડીને રૂ. 15,000 રોકડ તેમજ સોનાના અને ચાંદીના દાગીના ચોરી કર્યા છે. દાગીનામાં ચાર તોલાની ચાર સોનાની બંગડીઓ (રૂ. 1.20 લાખ), બે તોલાનું મંગળસૂત્ર (રૂ. 60,000), ચાર ગ્રામની સોનાની વીંટી (રૂ. 10,000) અને પાંચસો ગ્રામની ચાંદીની ગણપતિ મૂર્તિ (રૂ. 20,000)નો સમાવેશ થાય છે.

હસમુખલાલ ઠક્કરે વારાહી પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande