વડોદરા, 20 જુલાઈ (હિ.સ.)- વડોદરાના પાંડેસરા વિસ્તારના બમરોલી રોડ પર આવેલ વિસ્તારમાં શુક્રવારે સવારે એક 20 વર્ષની યુવતીએ પોતાના નિવાસસ્થાને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતી એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતી અને મૂળ ઉત્તર પ્રદેશની વતની હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, યુવતી પાંડેસરાના બમરોલી રોડ પર રહેતી હતી અને તેણે પોતાના ઘરમાં ઝેરી દવા કે સંભવતઃ ઇન્જેક્શનનો ઉપયોગ કરીને જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા છે. પોલીસ અને સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવતીએ પોતાની હાથની નસમાં ઇન્જેક્શન મુકી આપઘાત કર્યો હોવાનો અનુમાન છે. જોકે, પોસ્ટમોર્ટમ અને લેબ રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળશે.
પાંડેસરા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને મૃતકના ઘરના અને વ્યક્તિગત સંબંધોના મોટે ભાગે એક પ્રેમ પ્રકરણને કારણે આ પગલું ભર્યું હોવાનું મનાય છે. વધુ માહિતી માટે તપાસ ચાલુ છે.
મૃતક યુવતી પરિવારની એકમાત્ર દીકરી હતી અને તેના પિતા લૂમ્સ ઉદ્યોગમાં કાર્યરત છે. આ દુઃખદ ઘટનાથી સમગ્ર પરિવાર અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે