શેરબજારમાં નુકશાનથી માનસિક તાણમાં આવેલા યુવાનનો આત્મઘાત
સુરત, 20 જુલાઈ (હિ.સ.)- સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલા રોયલ સ્ક્વેરની એક મ્યુચ્યુલ ફંડ ઓફિસમાં શુક્રવારે રાત્રે 34 વર્ષના યુવાને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ યુવકે શેરબજારમાં થયેલા આર્થિક નુકશાનને કારણે માનસિક તાણમાં આવીને આ પ
suicide


સુરત, 20 જુલાઈ (હિ.સ.)- સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલા રોયલ સ્ક્વેરની એક મ્યુચ્યુલ ફંડ ઓફિસમાં શુક્રવારે રાત્રે 34 વર્ષના યુવાને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ યુવકે શેરબજારમાં થયેલા આર્થિક નુકશાનને કારણે માનસિક તાણમાં આવીને આ પગલું ભર્યું હોવાનું મનાય છે.

મૃતક યોગેશકુમાર ખંડેરાવ સોનવણે વરાછાના અશ્વિનિકુમાર રોડ ઉપર રતનજીનગરમાં પરિવાર સાથે રહેતો હતો અને પિતરાઇ ભાઇ સાથે મળીને મ્યુચ્યુલ ફંડની ઓફિસ ચલાવતો હતો. શુક્રવારે રાત્રે તેણે ઉત્રાણ વિસ્તારમાં આવેલી ઓફિસમાં પંખા સાથે દોરી બાંધી આપઘાત કર્યો હતો.

જ્યારે એક ઓળખિત વ્યક્તિએ તેને લટકતા જોઈ તાત્કાલિક નીચે ઉતારીને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તબીબે યોગેશકુમારને સ્થળ પર જ મૃત જાહેર કર્યો હતો.

યોગેશકુમાર મૂળ મહારાષ્ટ્રના ધુલીયાના વતની હતા અને તેમને એક પુત્રી છે. પરિવારજનોએ જણાવ્યું કે, શેરબજારમાં સતત નુકશાનના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી તણાવમાં રહેતા હતા.

ઉત્રાણ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને પોસ્ટમોર્ટમ તેમજ અન્ય પુરાવાઓના આધારે ઘટનાની હકીકત જાણવા પ્રયાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande