25 વર્ષમાં રોડ પરિવહન વધી જતાં હવે કંડલા નવલખી કોસ્ટલ હાઇ વે બનાવો પડે, કેન્દ્રિય પરિવહનમંત્રીને પત્ર
ભુજ - કચ્છ, 20 જુલાઈ (હિ.સ.) : કચ્છમાં આવેલા બે બંદરગાહ મુન્દ્રા અને કંડલાના લીધે રસ્તા ઉપરનું ભારણ વધી ગયું છે અને તેના કારણે કચ્છના પ્રવેશદ્વાર સમો સૂરજબારીનો નેશનલ હાઇવે ટૂંકો પડી રહ્યો છે. કંડલાથી માળિયા સુધીનો કોસ્ટલ હાઇવે તૈયાર કરવામાં આવે તો ભ
વાસણભાઇની કેન્દ્રના પરિવહન મંત્રીને રજૂઆત


ભુજ - કચ્છ, 20 જુલાઈ (હિ.સ.) : કચ્છમાં આવેલા બે બંદરગાહ મુન્દ્રા અને કંડલાના લીધે રસ્તા ઉપરનું ભારણ વધી ગયું છે અને તેના કારણે કચ્છના પ્રવેશદ્વાર સમો સૂરજબારીનો નેશનલ હાઇવે ટૂંકો પડી રહ્યો છે. કંડલાથી માળિયા સુધીનો કોસ્ટલ હાઇવે તૈયાર કરવામાં આવે તો ભારે વાહનોનું ભારણ સૂરજબારીના ધોરીમાર્ગ ઉપર ઘટી જાય તેવી રજૂઆત કેન્દ્રના પરિવહન મંત્રી નીતિન ગડકરીને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ, પૂર્વ રાજ્યમંત્રી અને અંજારના પૂર્વ ધારાસભ્ય વાસણભાઇ આહિરે કરી છે.

ટ્રાફિક જામની સમસ્યા, ડિઝલનો થાય છે ધુમાડો

કચ્છના પ્રવેશદ્વાર ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે કંડલા નવલખી કોસ્ટલ હાઇ-વે બનાવવા દેશના સડક અને પરિવહન મંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. આહિરે ગડકરીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક તેમજ પ્રવાસનના વિકાસની જે પ્રગતિ થઈ છે તેના કારણે ટ્રાન્સ્પોર્ટેશનની કામગીરીમાં છેલ્લાં 25 વર્ષમાં અનેકગણો વિસ્તાર થયો છે. કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસેના સૂરજબારી બ્રિજ ઉપર અનેક વખત ટ્રાફિકજામ થતાં પરીવહનની સમસ્યાઓ થઈ છે, કલાકો વાહનો ચાલુ રાખવાં પડતા હોવાથી ડીઝલનો ધૂમાડો થતા આર્થિક નુકસાની થાય છે આ ઉપરાત સમયસર માલ સામાન પહોંચાડવાની કામગીરીને અસર પડી રહી છે.

તો સૌરાષ્ટથી કચ્છ વચ્ચેનું અંતર ઘટી જાય

જો કંડલાથી માળિયા જવા માટે કંડલા-નવલખી કોસ્ટલ હાઈવે બનાવાય, તો કચ્છના પ્રવેશદ્વાર ઉપર ટાફિકનું ભારણ ઘટવાની સાથોસાથ કંડલા પોર્ટથી માળિયાનું અંતર 120 કિમી.થી ઘટીને 40 કિમી થઈ જાય તેમ છે. ટ્રાન્સ્પોર્ટેશનને મોટો લાભ થશે તેમજ ડીઝલની અને સમયની બચત સહિતના અનેક ફાયદાઓ થશે. આ રસ્તો કચ્છને સમગ્ર સૌરાષ્ટ સાથે જોડતો હોઈ સૌરાષ્ટથી કચ્છ વચ્ચેનું અંતર ઘટી જાય તેમ છે.

કન્ટેઈનર અને ટર્મિનલ્સના મેગા પ્રકલ્પથી અનેક સાંભવનાઓ

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા તુણા-ટેકરા ખાતે શરૂ કરેલાં મલ્ટિ કાર્ગો કન્ટેઈનર અને ટર્મિનલ્સના મેગા પ્રકલ્પથી અનેક સાંભવનાઓ ઊભી થઇ છે. આગામી સમયમાં કચ્છને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહન વ્યવહાર વધતા માલપરિવહન અને નાગરિક પરિવહનમાં અનેકગણો વધારો થવાની સંભાવના છે, જેથી કંડલાથી નવલખીને જોડતો નવો કોસ્ટલ હાઈ-વે સત્વરે બનાવવા માટે કાર્યવાહી થાય તેવી ગુજરાતના ટ્રાન્સ્પોર્ટરોની તથા સમગ્ર કચ્છની જનતાની લાગણી અને માગણી છે તેમ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande