જામનગર, 22 જુલાઈ (હિ.સ.) : જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે એબીવીપી દ્વારા વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શન ઓડિશામાં થયેલી રેપની ઘટનાના અનુસંધાને ૨૫ કાર્યકર્તાની ધરપકડના વિરોધમાં કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ હવન કરીને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓ દ્વારા હાય હાયના નારા લગાવ્યા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે વિરોધ પ્રદર્શનમાં સામેલ તમામ ૨૫ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ઓડીસ્સાની દુષ્કર્મની ઘટનાના પગલે જામનગર એબીવીપી દ્વારા વિરોધ સ્વરૂપે યજ્ઞ કરવામાં આવ્યો હતો અને રોડ બંધ કરવામાં આવ્યો હતો અને કાર્યકર્તા દ્વારા હાય હાય નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT