એકાદશી રાત્રિ મહાજાગરણ સભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પ્રેરણાદાયી સંબોધન
ગાંધીનગર, 22 જુલાઈ (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એકાદશી રાત્રિ મહાજાગરણ સભાને ઓનલાઈન માધ્યમથી સંબોધન કર્યું હતું. ''શિક્ષાપત્રી સંગ શ્રદ્ધા'' પર આધારિત આ સત્સંગ સભામાં ગુરુકુલની ૬૫ શા
રાજ્યપાલ


રાજ્યપાલ


ગાંધીનગર, 22 જુલાઈ (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એકાદશી રાત્રિ મહાજાગરણ સભાને ઓનલાઈન માધ્યમથી સંબોધન કર્યું હતું. 'શિક્ષાપત્રી સંગ શ્રદ્ધા' પર આધારિત આ સત્સંગ સભામાં ગુરુકુલની ૬૫ શાખાઓના ૨૭૫થી વધુ સંતો તથા ૮૦૦૦થી વધુ પરિવારો યૂટ્યુબ અને ઝૂમ મારફતે જોડાયા હતા.

રાજ્યપાલએ સ્વામિનારાયણ ગુરુકુલની છેલ્લા સાત દાયકાથી ચાલી રહેલી એકાદશી રાત્રિ મહાજાગરણ પરંપરાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર આધ્યાત્મિક જાગૃતિ પૂરતો સીમિત નથી, પણ સમાજમાં ચેતના અને સાંસ્કૃતિક મૂલ્યોને પણ જાગૃત કરે છે.

તેમણે કહ્યું કે, ગુરુકુલો દ્વારા ભારતીય જીવનમૂલ્યો, સંસ્કારો અને આધ્યાત્મિકતાનો દેશ અને વિદેશમાં વ્યાપક પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જે ભારતની પ્રાચીન વૈદિક પરંપરાનું રક્ષણ કરવાનું અત્યંત પ્રશંસનીય કાર્ય છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું કે, આજે જ્યારે વિશ્વ આધુનિકતા અને ભૌતિકતામાં પોતાના જીવનના મૂળભૂત ઉદ્દેશ્યને ભૂલી રહ્યું છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભારતની આધ્યાત્મિક સંપત્તિને યુવા પેઢી સુધી પહોંચાડવાનું પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે, જે વ્યક્તિને વ્યસનમુક્ત અને જવાબદાર નાગરિક બનાવે છે અને સમાજ તથા રાષ્ટ્રને સંગઠિત અને સશક્ત કરે છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, શિક્ષાનો ખરા અર્થમાં ઉદ્દેશ્ય માત્ર રોજગાર પૂરું પાડવો નથી, પરંતુ વ્યક્તિનિર્માણ અને મૂલ્ય આધારિત સમાજની રચના કરવી છે. સ્વામિનારાયણ ગુરુકુલ આ ઉદ્દેશ્યને પૂરું કરવા માટે શિક્ષણને સંસ્કારોથી જોડે છે અને એ દિશામાં કાર્યરત છે.

રાજ્યપાલએ દેશ અને વિદેશમાં ફેલાયેલા ગુરુકુલો દ્વારા કરવામાં આવતા પર્યાવરણ સંરક્ષણ, ગૌસંવર્ધન, આપત્તિ રાહત જેવા સામાજિક કાર્યોની પણ વિશેષ પ્રશંસા કરી અને જણાવ્યું કે, ધાર્મિક સંસ્થાઓને સામાજિક જવાબદારીઓ સાથે જોડવાની આ પહેલ અનુકરણીય છે.

તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ભારતની વિરાસતને અક્ષૂણ રાખી 'વિકસિત ભારત' બનાવવાના યત્ન સાથે સતત આગળ વધી રહ્યા છે છે, તેમ ગુરુકુલોના સંતો ભારતના સાંસ્કૃતિક વારસાને સાચવવાનું મહાન અભિયાન ચલાવી રહ્યા છે. જો બંને દિશાઓમાં સમાનાંતર કાર્ય ચાલુ રહેશે તો રાષ્ટ્ર નવી ઊંચાઈઓને આંબશે.

રાજ્યપાલ એ પૂજ્ય ગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત સ્વામી દેવપ્રસાદદાસજી, સત્ગુરુ ધર્મવલ્લભદાસજી સ્વામી તથા સંત સમુદાયને સાદર નમન કરતાં અને જણાવ્યું કે, આવા તપસ્વી સંતો કોઈપણ રાષ્ટ્ર માટે સંપત્તિ સમાન હોય છે, જે આવનારી પેઢીઓ માટે પ્રેરણાના સ્ત્રોત બને છે.

કાર્યક્રમમાં ડલાસ (યુ.એસ.એ.)થી જોડાયેલા ધીરુભાઈ બાબરીયા, કૅલિફોર્નિયા (યુ.એસ.એ.)થી જોડાયેલા શ્રી મનુભાઈ પાટડીયા તથા ગુરુકુલના સ્નાતક અને સમાજસેવક રાકેશ દુધાતની ઉપસ્થિતિને પણ રાજ્યપાલએ પ્રેરણાદાયી ગણાવી અને તેમનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

અંતમાં રાજ્યપાલએ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની એકાદશી રાત્રિ મહાજાગરણ સભાને જનમાનસમાં ચેતના, વિચાર અને સંસ્કાર જગાવતો 'આધ્યાત્મિક મહાયજ્ઞ' ગણાવી અને ઈચ્છા વ્યક્ત કરી કે ગુરુકુલની આ જ્ઞાનયાત્રા અનંત દિશાઓમાં વ્યાપે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande