ગાયને રાજ્ય માતા તરીકે દરજ્જો આપવા યોગી દેવનાથ બાપુની માંગ
કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) ગાયને રાજ્ય માતા તરીકે દરજ્જો આપવા એકલધામના મહંત યોગી દેવનાથ બાપુની માંગ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ગાય માતાને રાજ્ય માતા તરીકે દરજ્જો આપવામાં આવ્યો હતો. જે બાદ ગુજરાતના યોગી તરીકે જાણીતા યોગી દેવનાથ બાપુ સાથે અન્ય સંતો
ગાય માતા


કચ્છ, 22 જુલાઈ (હિ.સ.)

ગાયને રાજ્ય માતા તરીકે દરજ્જો આપવા એકલધામના મહંત યોગી દેવનાથ બાપુની માંગ

પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ગાય માતાને રાજ્ય માતા તરીકે દરજ્જો આપવામાં આવ્યો હતો. જે બાદ ગુજરાતના યોગી તરીકે જાણીતા યોગી દેવનાથ બાપુ સાથે અન્ય સંતો મહંતોએ પણ ગુજરાતમાં ગાય માતાને રાજ્ય માતા તરીકે દરજ્જો આપવા માટે માંગ કરી છે.

આજે પણ યોગી દેવનાથ બાપુની આગેવાની હેઠળ કચ્છ જિલ્લાની સંત સમાજની બેઠક મળી હતી. જેમાં નિર્ણય લેવાયો કે, જો ગુજરાતમાં ગાય માતાને રાજ્ય માતા તરીકે દરજ્જો આપવામાં નહીં આવે તો, આગામી 10 દિવસની અંદર કચ્છ કલેકટર કચેરી સામે સંત મહંતો અને સમગ્ર હિન્દુ સમાજ અનશન પર ઉતરશે.

ગુજરાતના યોગી તરીકે જાણીતા યોગી દેવનાથ બાપુએ વધુમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ફરી પાછી કચ્છ જિલ્લાની સંત સમાજની બેઠક યોજાશે અને મોટો આંદોલન કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, સાંસદ અને વિવિધ ધારાસભ્યો મારફતે મુખ્યમંત્રી પાસે સમય લઈને રજૂઆત કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર જગદીશ


 rajesh pande