આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર નથી, સતત ત્રણ ઘટાડા પછી 5.50 ટકા પર યથાવત
નવી દિલ્હી, ૦6 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ બુધવારે મુખ્ય નીતિ દરોની જાહેરાત કરી. નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની ત્રણ દિવસની બેઠક બાદ,આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે મુંબઈમાં જણાવ્યું હતું કે,” આ વખ
રેટ


નવી દિલ્હી, ૦6 ઓગસ્ટ (હિ.સ.)

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ બુધવારે મુખ્ય નીતિ દરોની જાહેરાત કરી. નાણાકીય નીતિ

સમિતિ (એમપીસી)ની ત્રણ દિવસની

બેઠક બાદ,આરબીઆઈ ગવર્નર સંજય

મલ્હોત્રાએ આજે મુંબઈમાં જણાવ્યું હતું કે,” આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર

કરવામાં આવ્યો નથી.”

છેલ્લી સતત ત્રણ બેઠકોમાં, કેન્દ્રીય બેંકે રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી

અને હાલમાં તે 5.50 ટકા પર જાળવી

રાખવામાં આવ્યો છે.

આ પહેલા, કેન્દ્રીય બેંકે જૂન નાણાકીય નીતિમાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ

અને એપ્રિલ નીતિમાં 25 બેસિસ પોઈન્ટનો

ઘટાડો કર્યો હતો.

રેપો રેટમાં ઘટાડો ન થવાથી, હાલના હોમ લોન ગ્રાહકો તેમજ હોમ

લોન અને કાર ખરીદવા માટે રેપો રેટમાં ઘટાડાની રાહ જોઈ રહેલા લોકોને નિરાશ કર્યા

છે.

રેપો રેટ એ વ્યાજ દર છે, જેના પર આરબીઆઈ દેશની તમામ

બેંકોને લોન આપે છે અને તેમાં થતી વધઘટની સીધી અસર લોન લેતા ગ્રાહકો પર પડે છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande