પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): સરકાર દ્વારા સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં 11 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 75 મી વર્ષગાંઠના દિવસ એટલે કે તા.17 સપ્ટેમ્બર, 2025 થી તા. 31 ઓક્ટોબર, 2025 સુધી “સ્વચ્છતા હી સેવા-2025” પખવાડિયાની કામગીરી શરુ કરવામાં આવી છે.
સ્વચ્છતાના સર્વાગ્રહી પુજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમી પોરબદંરમાં પણ પોરબંદરમાં મહાનગર પાલીકાના કમીશ્નર હસમુખ પ્રજાપતિ, જીલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હી સેવા” પખવાડિયા અંતર્ગત પોરબંદર શહેર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતેથી સફાઈ ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અને સાફ સફાઈ કરવામાં આવી હતી.
આ સફાઈ ઝુંબેશમાં પોરબંદર મહાનગર પાલીકાના કર્મચારીઓ, એસ.ટી. વિભાગના કર્મચારીઓ સહીત પોરબંદર શહેરના સ્વચ્છતા આગ્રહી નાગરીકો જોડાયા હતા અને સ્વચ્છ પોરબંદર – સ્વસ્થ પોરબંદરનો સંકલ્પ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya