પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): સ્ત્રીઓનું આરોગ્ય અને સશકિતકરણ આપણા પરિવારો, સમાજ અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ પરિપ્રેક્ષ્યમાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય 17 મી સપ્ટેમ્બરથી 2 મી ઓકટોબર 2025 સુધી સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોદીના 75મો જન્મદિવસ નિમિતે સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર કુતિયાણા ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં કુતિયાણા શહેર તથા આજુબાજુના ગામનો લાભાર્થીઓને ઈએનટી આંખ,બ્લડ પ્રેશર ડાયાબિટીસ,દાંતની તપાસ, કેન્સર, સગર્ભા સ્ત્રીઓ માટે પ્રસુતિ પહેલાની તપાસ રસીકરણ સેવાઓ, ટીબી પરીક્ષણ તથા આયુષ્માન કાર્ડ વગેરે સેવાઓનો લાભ લીધો હતો અને આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલ પોરબંદર દ્વારા સેવા આપવમાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya