ઘેડ પંથકમાં જિલ્લા પંચાયત સીટ પર ભાજપ દ્વારા બેઠક યોજાઈ
પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર તાલુકા ભાજપ દ્વારા ઘેડ વિસ્તારની ઓડદર, બળેજ, કડછ, તથા માધવપુર જિલ્લાપંચાયત સીટ બેઠકના પ્રવાસ દરમ્યાન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાની અધ્યક્ષતામાં તેમજ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જીલ્લા ભાજપના
ઘેડ પંથકમાં જિલ્લા પંચાયત સીટ પર ભાજપ દ્વારા બેઠક યોજાઈ.


ઘેડ પંથકમાં જિલ્લા પંચાયત સીટ પર ભાજપ દ્વારા બેઠક યોજાઈ.


ઘેડ પંથકમાં જિલ્લા પંચાયત સીટ પર ભાજપ દ્વારા બેઠક યોજાઈ.


ઘેડ પંથકમાં જિલ્લા પંચાયત સીટ પર ભાજપ દ્વારા બેઠક યોજાઈ.


પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર તાલુકા ભાજપ દ્વારા ઘેડ વિસ્તારની ઓડદર, બળેજ, કડછ, તથા માધવપુર જિલ્લાપંચાયત સીટ બેઠકના પ્રવાસ દરમ્યાન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાની અધ્યક્ષતામાં તેમજ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તથા ઘેડ વિસ્તારના આગેવાન રમેશભાઈ ઓડેદરા (પટેલ) જીલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, વરિષ્ઠ આગેવાન સામતભાઈ ઓડેદરા, ઉપ પ્રમુખ ભારતીબેન ભુવા, કારોબારી ચેરમેન આવડાભાઈ ઓડેદરા, ઓડદર બેઠક પરથી કાનાભાઈ મોરી, રામભાઈ ઓડેદરા, દિલીપભાઈ આગઠ બળેજ બેઠક પરથી દિલીપભાઈ મોઢા, રામભાઈ મોકરિયા, કડછ બેઠક પરથી કેશુભાઈ બાલાસ અને અન્ય સદસ્યો તથા માધવપુર બેઠક પરથી કારૂભાઈ ભુવા, દેવાભાઈ ડાભી, સદસ્ય તાલુકા પંચાયત હંસાબેન તથા પરબતભાઈ ગરચર વૈદેભાઈ તેમજ ઓડદર, બળેજ, કડછ તથા માધવપુર જીલ્લા પંચાયત સીટ તેમજ તાલુકા પંચાયતમાં આવતા ગામોના સરપંચ, તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયા, મહામંત્રી લીલાભાઈ પરમાર, મહામંત્રી લખુભાઈ કારાવદરા ઉપસ્થિત રહ્યા હતા.

આ મીટીંગોમાં ઘેડ વિસ્તારના મુખ્ય પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી જેમાં વર્ષોથી ઘેડમાં ભરતા પાણીથી થતા નુકશાનમાં સરકાર દ્વારા ઘેડ પાણી નિકાલની વ્યવસ્થા તેમજ નદીઓ ઊંડી અને પહોળી કરી તેમજ હયાત તળાવો તથા આ તળાવો અને સિંચાઈને લગતી પાણી આવવા જવાની કેનાલો તથા દરિયાકિનારે મધુવન તથા નરવાઈમાં પાણી નિકાસની યોજના તેમજ માધવપુરથી આપના તાલુકાના મીયાણી સુધી ટુરીઝમ ડેવલપ કરવા માટે રંગબાઈ માતાજીના મંદિરની બાજુમાં 40 એકરમાં આવતા વર્ષે રાજ્ય કક્ષાનું “સવોદય વન “વિકસાવવામાં આવશે તેમજ બાજુમાં શિલ્પગાર્ડ પણ બનાવવામાં આવે છે.તેમજ મોકર સાગરના કામો જડપથી પૂર્ણ થાય તેમજ તમામ કાર્યકરો, સદસ્યો, સરપંચઓ, બુથ પ્રમુખો,તથા સંયોજકોની યોગ્ય રજુઆતો સાંભળી આગળના કામો ધપાવવામાં આવશે.

આ તમામ જીલ્લા પંચાયતની બેઠકનું આયોજન તાલુકા ભાજપ દ્વારા કરવામાં આવેલ અને બેઠકનું મેનેજમેન્ટ ઘેડ વિસ્તારના સીનીયર આગેવાન તેમજ તાલુકા ભાજપના મહામંત્રી લીલાભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande