'મહા દેવી આદિશક્તિ'ની પ્રથમ ઝલક રજૂ, ફેબ્રુઆરી 2027માં થશે રિલીઝ
મુંબઈ, નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.). નવરાત્રિના અવસરે એનિમેટેડ ફિલ્મ ''મહા દેવી આદિશક્તિ''ની પ્રથમ ઝલક રજૂ કરવામાં આવી છે. મિલિંદ નંદનવારના નિર્દેશન અને લેખક અક્ષત ગુપ્તાની લેખનીથી સજ્જ આ ફિલ્મનું નિર્માણ અર્થા એન્ટરટેઇનમેન્ટ એન્ડ એનિમેશનના ગૌર
'મહા દેવી આદિશક્તિ'-ફોટો સોર્સ એક્સ


મુંબઈ, નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.). નવરાત્રિના અવસરે એનિમેટેડ ફિલ્મ 'મહા દેવી આદિશક્તિ'ની પ્રથમ ઝલક રજૂ કરવામાં આવી છે. મિલિંદ નંદનવારના નિર્દેશન અને લેખક અક્ષત ગુપ્તાની લેખનીથી સજ્જ આ ફિલ્મનું નિર્માણ અર્થા એન્ટરટેઇનમેન્ટ એન્ડ એનિમેશનના ગૌરવ મલ્હોત્રાએ કર્યું છે. આ ફિલ્મ ફેબ્રુઆરી 2027માં દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. શ્રેયસ પુરાણિકે ફિલ્મનું સંગીત તૈયાર કર્યું છે. આના દ્વારા ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક કથાઓ અને સમૃદ્ધ આધ્યાત્મિક વારસાને એનિમેશનના માધ્યમથી નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ફિલ્મમાં આદિશક્તિના વિવિધ સ્વરૂપો અને તેમની દિવ્ય શક્તિની ગાથાઓને દર્શાવવામાં આવશે. તેમાં મહિષાસુરનો વધ કરનારી માં મહિષાસુરમર્દિનીથી લઈને મા કાલી સુધીની કથાઓ શામેલ છે. નિર્માતાઓનો ઉદ્દેશ્ય આ પૌરાણિક પ્રસંગોને આધુનિક સિનેમાઈ અંદાજમાં રજૂ કરતા તેમના મૂળ સંદેશ અને સાંસ્કૃતિક મહત્વને જાળવી રાખવાનો છે. નિર્દેશક મિલિંદ નંદનવાર અનુસાર, આ કથાઓમાં સત્ય અને ધર્મની વિજયનો સંદેશ છુપાયેલો છે, જે દરેક પેઢી માટે પ્રાસંગિક છે.

ફિલ્મની એક ખાસ વાત તેનું પરંપરાગત હસ્તનિર્મિત એનિમેશન છે. કૃત્રિમ બુદ્ધિમત્તાના વધતા ઉપયોગ વચ્ચે નિર્માતાઓએ હાથથી કરવામાં આવતા એનિમેશનને પ્રાથમિકતા આપી છે. ફિલ્મના નિર્માણમાં 150થી વધુ એનિમેટરોએ યોગદાન આપ્યું છે. નિર્માતા ગૌરવ મલ્હોત્રાએ જણાવ્યું કે, ફિલ્મને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, બાળકો, માતા-પિતા અને દાદા-દાદી એકસાથે તેનો આનંદ લઈ શકે. 'મહા દેવી આદિશક્તિ–ધ લીજન્ડ ઓફ માં દુર્ગા' દ્વારા ભારતીય આધ્યાત્મિક વારસાને પારિવારિક મનોરંજનના માધ્યમથી નવી પેઢી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande