13 માર્ચના રોજ પીએમ કિસાન અને મિલેટ મહોત્સવ યોજાશે
વલસાડ, 12 માર્ચ (હિ.સ.) : વલસાડ જિલ્લામાં જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા તા. 13-03-2026ના રોજ વિવિધ તાલુકાઓમાં સાંજે 4 થી 6 વાગ્યા સુધી પીએમ કિસાન અને મિલેટ મહોત્સવ યોજાશે. ધરમપુર તાલુકાના મેરેજ હોલ, કપરાડામાં કોમ્યુનિટી હોલ પાસે, પારડીમાં સાંઈ દર્શન
13 માર્ચના રોજ પીએમ કિસાન અને મિલેટ મહોત્સવ યોજાશે


વલસાડ, 12 માર્ચ (હિ.સ.) : વલસાડ જિલ્લામાં જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા તા. 13-03-2026ના રોજ વિવિધ તાલુકાઓમાં સાંજે 4 થી 6 વાગ્યા સુધી પીએમ કિસાન અને મિલેટ મહોત્સવ યોજાશે. ધરમપુર તાલુકાના મેરેજ હોલ, કપરાડામાં કોમ્યુનિટી હોલ પાસે, પારડીમાં સાંઈ દર્શન હોલ, ઉમરગામના ધોડીપાડા ખાતે કોળી પટેલ સમાજ સેવા મંડળ હોલ, વલસાડના પારનેરા પારડીના ચંદ્ર મોલેશ્વર મહાદેવ અંદિર અને વાપીના લવાછાના શ્રી કચ્છી ભાનુશાલી મિત્રમંડળ હોલ ખાતે આ કાર્યક્રમો યોજાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande