ભાવનગરના સિંધી પરિવારની કાર મનાલી નજીક ખાઈમાં ખાબકી,પરિવારના પાંચ લોકોના મોત
ભાવનગર, 11 મે (હિ.સ.) : ભાવનગરથી મનાલી ફરવા જઈ રહેલા સિંધી પરિવારને ગંભીર અકસ્માત નડ્યો છે. હિમાચલના ચંબા પાસે અકસ્માત નડ્યો છે. મનાલી-બેલા માર્ગ પરની ખાઈમાં કાર ખાબકી હતી. જેમાં કુલ પાંચ લોકોના મોત નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરના સિંધી સ
ભાવનગરના સિંધી પરિવારની કાર મનાલી નજીક ખાઈમાં ખાબકી,પરિવારના પાંચ લોકોના મોત


ભાવનગર, 11 મે (હિ.સ.) : ભાવનગરથી મનાલી ફરવા જઈ રહેલા સિંધી પરિવારને ગંભીર અકસ્માત નડ્યો છે. હિમાચલના ચંબા પાસે અકસ્માત નડ્યો છે. મનાલી-બેલા માર્ગ પરની ખાઈમાં કાર ખાબકી હતી. જેમાં કુલ પાંચ લોકોના મોત નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરના સિંધી સમાજના એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા છે.

મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ભાવનગરનો પરિવાર હિમાચલમાં ફરવા માટે ગયો હતો. જ્યાં આ લોકો કારમાં મનાલી જઈ રહ્યા હતા. મનાલી જતાં કિંકરી પાસે બેલા માર્ગ પર તેમની કાર ખાઈમાં પડી ગઈ હતી. જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા છે.

ભાવનગરથી મનાલી ફરવા ગયેલા સિંધી સમાજના લલિતભાઈ ફતનાની અને તેમના પરિવારને હિમાચલ પ્રદેશમાં ગંભીર અકસ્માત નડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, આજે 11મે, વહેલી સવારે 3.30 થી 4 વાગ્યા દરમિયાન પરિવાર મનાલી થી બેલા તરફ પ્રવાસે નીકળ્યો હતો, ત્યારે કાંકરિયા તાલુકાના છાબા જિલ્લામાં આવેલા 28 નંબરના હાઈવે પર તેમની કાર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખાઈમાં ખાબકી ગઈ હતી. વાહનમાં બાળકો સહિત કુલ 9 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ, રાહત અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 5 લોકોનાં મોત થયા છે અને 4 લોકોને ખાઈમાંથી સલામત રીતે બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકો અંગે માહિતી મેળવવા તેમજ બચાવ કામગીરી સતત ચાલુ હોવાની માહિતી મળી રહી છે.

આ અક્સમાતમાં એક જ પરિવારના લલિત ફતનાની, સોનિયા લલિતભાઈ ફતનાની, પ્રિયંક ભોપાણી,કાજલ ભોપાણી,દિવ્યાંશુ ભોપાણી ના મોત થયા છે

આ દુર્ઘટનાના સમાચાર ભાવનગર પહોંચતા પરિવારજનો, મિત્રો અને ઓળખિતાઓમાં ભારે ચિંતા અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમજ ભાવનગરના સિન્ધુ સેના પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ચંદાણી સતત હિમાચલ પ્રદેશ પ્રશાસન સાથે સંપર્કમાં રહી જરૂરી સહાય અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યા છે.

સિન્ધુ સેના પ્રદેશ અધ્યક્ષ કમલેશ ચંદાણીએ જણાવ્યું હતું કે, આજે સિંધી સમાજ માટે અને તમામ ભાવનગરવાસીઓ માટે ખૂબ દુઃખદ સમાચાર છે. રાત્રે 3:30 વાગ્યાની આજુબાજુ મને મયંકભાઈનો કોલ આવ્યો કે અમે હિમાચલ પ્રદેશમાં પ્રવાસ માટે ગયા હતા અને અમને અકસ્માત નડ્યો છે. તો તાત્કાલિક મેં હિમાચલ પ્રદેશ તંત્ર સાથે, ડિઝાસ્ટર સાથે વાત કરીને, તે લોકોને તે સ્થળે સુવિધાઓ મળી રહે અને સારવાર મળી રહે તેના માટે વાત કરી હતી. સમાજમાં ખૂબ દુઃખ છે.

હિમાચલ પ્રદેશના તમામ તંત્રે અને અત્યારે ગુજરાત પ્રદેશમાં પણ જ્યારે અમે અમારા સ્થાનિક ધારાસભ્ય, શહેર અધ્યક્ષ અને મંત્રીઓને વાત કરી એટલે મંત્રીઓ અને શહેર અધ્યક્ષ અને તમામ પ્રદેશના આગેવાનોએ ખૂબ સારી રીતે અહિંયા મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે અને મદદનું કામ ચાલુ પણ થઈ ગયું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande