સોમનાથની પવિત્ર ધરા પર વડાપ્રધાન ભવ્ય સત્કાર સમારોહની સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
સોમનાથ 11 મે (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ''સોમનાથ અમૃત પર્વ'' નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે પધારનાર છે. ત્યારે તેમના ભવ્ય સ્વાગતની તૈયારીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડાપ્રધાનશ્રીના રોડ-શૉ, વિવિધ સંસ્કૃત કાર્યક
સોમનાથની પવિત્ર ધરા પર વડાપ્રધાન ભવ્ય સત્કાર સમારોહની સમીક્ષા


સોમનાથ 11 મે (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 'સોમનાથ અમૃત પર્વ' નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે પધારનાર છે. ત્યારે તેમના ભવ્ય સ્વાગતની તૈયારીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડાપ્રધાનશ્રીના રોડ-શૉ, વિવિધ સંસ્કૃત કાર્યક્રમ, મંદિરના શણગાર, અન્ય વિશિષ્ટ કાર્યક્રમ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરી વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

નાયબ મુખ્યમંત્રીએ રોડ શૉના રૂટ પર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા તેમજ માર્ગોની સુવિધાઓનું અવલોકન કરી, સંબંધિત અધિકારીઓને બેરિકેડિંગ સહિતની વ્યવસ્થાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવો મંદિર પરિસરમાં હજારો ડમરૂઓના નાદ અને શંખધ્વનિ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથોસાથ, પરંપરાગત વેશભૂષામાં બાળાઓએ રાસ લઈ તેઓને આવકાર્યા હતા. નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ નિજમંદિરમાં શીશ ઝુકાવી શિવલિંગના દર્શન કરી અર્ચના કરી હતી.

નાયબ મુખ્યમંત્રી સાથે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે સહિત પદાધિકારીઓ અને અગ્રસચિવ અશ્વિનીકુમાર સહિતના શીર્ષ અધિકારીઓ વડાપ્રધાનશ્રીના આગમન સ્થળ હેલિપેડથી લઈ હમીરજી ગોહિલ સર્કલ સુધીના રૉડ શૉ અને સમગ્ર મંદિર પરીસર સુધીના નિર્ધારિત રૂટનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande