
-પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ બહાર
મેલબોર્ન, નવી દિલ્હી, 11 મે (હિ.સ.). ઑસ્ટ્રેલિયાએ મે-જૂન 2026માં પાકિસ્તાન સામે રમાનારી વન-ડે શ્રેણી અને બાંગ્લાદેશના પ્રવાસ માટે પોતાની સીમિત ઓવરોની ટીમોની જાહેરાત કરી દીધી છે. ટીમનું નેતૃત્વ મિચેલ માર્શ કરશે. આ પ્રવાસ માટે ઘણા નવા ખેલાડીઓને તક મળી છે, જ્યારે અનુભવી ફાસ્ટ બોલર પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડને તમામ ટીમોમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
ફાસ્ટ બોલર બિલી સ્ટેનલેક અને રાઈલી મેરેડિથની વન-ડે ટીમમાં વાપસી થઈ છે. તો બીજી તરફ યુવા ખેલાડીઓ ઓલિવર પીક, લિયામ સ્કોટ અને જોએલ ડેવિસનો પ્રથમ વખત ઑસ્ટ્રેલિયન ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પીકની પસંદગી માત્ર પાકિસ્તાન સામેની વન-ડે શ્રેણી માટે કરવામાં આવી છે, જ્યારે સ્કોટને બાંગ્લાદેશ પ્રવાસની વન-ડે ટીમમાં પણ સ્થાન મળ્યું છે. ડેવિસને બાંગ્લાદેશ સામેની ટી20 ટીમમાં તક મળી છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026માં રમી રહેલા ટ્રેવિસ હેડ, કૂપર કોનોલી, બેન ડ્વારશુઈસ અને ઝેવિયર બાર્ટલેટ પાકિસ્તાન શ્રેણી બાદ બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ સાથે જોડાશે. આ ખેલાડીઓ અનુક્રમે ઓલિવર પીક, બિલી સ્ટેનલેક, રાઈલી મેરેડિથ અને મેટ શોર્ટનું સ્થાન લેશે.
ઉલ્લેખનીય છે કે, વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ગ્લેન મેક્સવેલને ટી20 ટીમમાં પણ સ્થાન મળ્યું નથી.
પસંદગી સમિતિના અધ્યક્ષ જ્યોર્જ બેઈલીએ કહ્યું, “નવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તક મળતી જોવી હંમેશા ઉત્સાહજનક હોય છે. અનુભવી અને યુવા ખેલાડીઓનું આ મિશ્રણ ઉપખંડના આ પ્રવાસોમાં ટીમને સંતુલન આપશે.”
પાકિસ્તાન સામે ઑસ્ટ્રેલિયાની વન-ડે ટીમ
મિચેલ માર્શ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ ઇંગ્લિસ, મેથ્યુ કુહનેમેન, માર્નસ લાબુશેન, રાઈલી મેરેડિથ, ઓલિવર પીક, મેથ્યુ રેનશૉ, તનવીર સંઘા, લિયામ સ્કોટ, મેટ શોર્ટ, બિલી સ્ટેનલેક અને એડમ ઝામ્પા.
બાંગ્લાદેશ સામે ઑસ્ટ્રેલિયાની વન-ડે ટીમ
મિચેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, બેન ડ્વારશુઈસ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ કુહનેમેન, માર્નસ લાબુશેન, મેથ્યુ રેનશૉ, તનવીર સંઘા, લિયામ સ્કોટ અને એડમ ઝામ્પા.
બાંગ્લાદેશ સામે ઑસ્ટ્રેલિયાની ટી20 ટીમ
મિચેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, ટિમ ડેવિડ, જોએલ ડેવિસ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, સ્પેન્સર જોન્સન, મેથ્યુ કુહનેમેન, રાઈલી મેરેડિથ, જોશ ફિલિપ, મેથ્યુ રેનશૉ અને એડમ ઝામ્પા.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ