કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹16 સુધી વધારો, નવા દર લાગુ
નવી દિલ્હી, 1 ઓક્ટોબર (હિ.સ.) તહેવારોની મોસમમાં ફુગાવાનો માર પડ્યો છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹16 સુધીનો વધારો કર્યો છે. જોકે, ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ યથાવત છે. નવા દર બુધવા
કોમર્શિયલ ગેસ સિલિન્ડર


નવી દિલ્હી, 1 ઓક્ટોબર (હિ.સ.) તહેવારોની મોસમમાં ફુગાવાનો માર પડ્યો છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹16 સુધીનો વધારો કર્યો છે. જોકે, ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ યથાવત છે. નવા દર બુધવારથી અમલમાં આવ્યા છે.

ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ અનુસાર, રાજધાની નવી દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત ₹15 વધીને ₹ 1580 થી ₹1595 થઈ ગઈ છે. કોલકતામાં, સિલિન્ડરની કિંમત ₹16 વધીને ₹1700 માં ઉપલબ્ધ છે.

એ જ રીતે, મુંબઈમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ₹ 16 વધીને ₹ 1547 થઈ ગઈ છે, જ્યારે ચેન્નાઈમાં, તે જ સિલિન્ડર ₹ 16 મોંઘુ થઈ ગયું છે, અને ₹ 1754 માં ઉપલબ્ધ છે.

જોકે, 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત યથાવત છે. આ સિલિન્ડર દિલ્હીમાં ₹ 853.00, કલકતામાં ₹ 879.00, મુંબઈમાં ₹ 852.50 અને ચેન્નઈમાં ₹ 868.50 માં ઉપલબ્ધ છે.

એ નોંધનીય છે કે, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આ વધારો હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વ્યવસાયોના ખિસ્સા પર અસર કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande