નીરજ ચોપડા, વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પહોંચ્યા, દર્શકોને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અપીલ કરી
નવી દિલ્હી, ૦1 ઓક્ટોબર (હિ.સ.) જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં ભારતીય ભાલા ફેંકનારાઓ માટે મંગળવારનો દિવસ હતો, કારણ કે ભારતીય ખેલાડીઓએ ઇન્ડિયન ઓઇલ નવી દિલ્હી 2025 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સૌપ્રથમ, સંદીપ સંજય સરગર
નીરજ


નવી દિલ્હી, ૦1 ઓક્ટોબર (હિ.સ.) જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં ભારતીય ભાલા ફેંકનારાઓ માટે મંગળવારનો દિવસ હતો, કારણ કે ભારતીય ખેલાડીઓએ ઇન્ડિયન ઓઇલ નવી દિલ્હી 2025 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

સૌપ્રથમ, સંદીપ સંજય સરગર અને સંદીપ ચૌધરીએ એફ-44 કેટેગરીમાં અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું. થોડા સમય પછી, સુમિતે ચેમ્પિયનશિપ રેકોર્ડ સાથે એફ-64 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. નોંધનીય છે કે સોમવારે, રિંકુ અને સુંદર સિંહ ગુર્જરે પણ એફ-46 કેટેગરીમાં ગોલ્ડ અને સિલ્વર જીત્યા હતા.

જ્યારે F64 સ્પર્ધા ચાલી રહી હતી, ત્યારે ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા સ્ટેડિયમમાં પહોંચ્યા. આ સમાચાર ફેલાતા જ મીડિયા અને દર્શકોમાં ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ. સ્ટેડિયમમાં રહેલા દરેક વ્યક્તિ નીરજને જોઈને રોમાંચિત થઈ ગયા, અને વાતાવરણ ઉર્જાથી ભરાઈ ગયું.

ભારતના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરતા, નીરજે ખાસ અપીલ કરી. તેમણે કહ્યું, પેરા-એથ્લીટ્સ માટે જીવન પહેલેથી જ ખૂબ મુશ્કેલ છે, છતાં તેઓ હજુ પણ અહીં સ્પર્ધા કરવા આવી રહ્યા છે. તે ખરેખર અદ્ભુત છે. વધુ લોકોએ આવીને આ ખેલાડીઓનો ઉત્સાહ વધારવો જોઈએ.

ઉભરતા સ્ટાર સચિન યાદવ પણ સ્ટેન્ડમાંથી સુમિતની રમત જોવા માટે ત્યાં હાજર હતા. જ્યારે નીરજને સચિન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે 27 વર્ષીય ખેલાડીએ કહ્યું, મારી પાસે તેના માટે કોઈ સલાહ નથી. તે પહેલાથી જ ખૂબ સારું કરી રહ્યો છે અને જાણે છે કે, સફળ થવા માટે શું કરવું જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande