વાયબ્રન્ટ ગુજરાત રીજન કોન્ફરન્સ મહેસાણામાં “જય ગોગા સખી મંડળ”ના પ્રદર્શનની પ્રશંસા, મહિલાઓને મળ્યું માર્ગદર્શન
મહેસાણા,10 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રીજન કોન્ફરન્સ દરમિયાન “જય ગોગા સખી મંડળ” દ્વારા તૈયાર કરાયેલા પ્રદર્શન સ્ટોલની વિશેષ મુલાકાત લેવામાં આવી. સખી મંડળની મહિલાઓએ સ્વરોજગાર, હસ્તકલા, ઘરગથ્થુ ઉદ્યોગ અને સ્થાનિક ઉત્પાદનના
વાયબ્રન્ટ ગુજરાત રીજન કોન્ફરન્સ મહેસાણામાં “જય ગોગા સખી મંડળ”ના પ્રદર્શનની પ્રશંસા, મહિલાઓને મળ્યું માર્ગદર્શન


મહેસાણા,10 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રીજન કોન્ફરન્સ દરમિયાન “જય ગોગા સખી મંડળ” દ્વારા તૈયાર કરાયેલા પ્રદર્શન સ્ટોલની વિશેષ મુલાકાત લેવામાં આવી. સખી મંડળની મહિલાઓએ સ્વરોજગાર, હસ્તકલા, ઘરગથ્થુ ઉદ્યોગ અને સ્થાનિક ઉત્પાદનના વિવિધ નમૂનાઓ રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા વખાણ મળ્યા હતા.

આ અવસરે મુલાકાતે આવેલા અધિકારીઓ અને મહેમાનો દ્વારા સખી મંડળની મહિલાઓને વધુ ગુણવત્તાવાળા ઉત્પાદન, માર્કેટિંગ તક અને મહિલા સશક્તિકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે મહિલાઓને સરકારની વિવિધ સહાય યોજનાઓ અને ટ્રેનિંગ કાર્યક્રમોનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા.

“જય ગોગા સખી મંડળ”ની સભ્યોએ જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત જેવા પ્લેટફોર્મ પર પોતાના ઉત્પાદનો રજૂ કરવાની તક તેમને આત્મવિશ્વાસ અને પ્રેરણા આપે છે. આ પ્રસંગે મહિલાઓએ સ્થાનિક સ્તરે મહિલા ઉદ્યોગને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande