ઇન્ડિગો 10 નવેમ્બરથી દિલ્હી અને ચીનના ગ્વાંગઝુ વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરશે
- ઇન્ડિગો 20 ડિસેમ્બરથી દિલ્હી અને હનોઈ વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરશે. નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.). સ્થાનિક ઓછી કિંમતવાળી કેરિયર ઇન્ડિગોએ, શનિવારે દિલ્હી અને ચીનના ગ્વાંગઝુ વચ્ચે 10 નવેમ્બરથી દૈનિક સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી. ઇન્ડિગોએ
ઇન્ડિગો એરલાઈન્સ


- ઇન્ડિગો 20 ડિસેમ્બરથી દિલ્હી અને હનોઈ વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરશે.

નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.). સ્થાનિક ઓછી કિંમતવાળી કેરિયર ઇન્ડિગોએ, શનિવારે દિલ્હી અને ચીનના ગ્વાંગઝુ વચ્ચે 10 નવેમ્બરથી દૈનિક સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી. ઇન્ડિગોએ 20 ડિસેમ્બર, 2025થી દિલ્હી અને હનોઈ વચ્ચે દૈનિક સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની પણ જાહેરાત કરી.

એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નવા રૂટ પર એરબસ એ-320 એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવશે. આ પગલું લગભગ પાંચ વર્ષના અંતરાલ પછી બંને દેશો વચ્ચે હવાઈ જોડાણને ધીમે ધીમે પુનઃસ્થાપિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, જે એશિયાની બે સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓની રાષ્ટ્રીય રાજધાની વચ્ચે કનેક્ટિવિટીમાં વધારો કરશે.

ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની વિદેશ મંત્રાલયે પુષ્ટિ કર્યા પછી ઇન્ડિગોની જાહેરાત આવી છે. આ જાહેરાત બાદ, બંને પક્ષોએ આ વિકાસને કોવીડ-19 રોગચાળા અને ડોકલામ પછી સંબંધોને સામાન્ય બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.

ઇન્ડિગોએ 20 ડિસેમ્બરથી દિલ્હી અને હનોઈ વચ્ચે દૈનિક સીધી સેવા શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. દેશની પ્રિય એરલાઇન, ઇન્ડિગો, આ નવા રૂટ પર તેના એરબસ એ-320 એરક્રાફ્ટનું સંચાલન કરશે, જે ભારતની રાજધાનીથી દક્ષિણપૂર્વ એશિયાના સૌથી ગતિશીલ સાંસ્કૃતિક અને વ્યવસાયિક કેન્દ્રોમાંના એકને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે. ઇન્ડિગો હાલમાં કોલકતાને હનોઈ અને હો ચી મિન્હ સિટી સાથે જોડતી 14 સાપ્તાહિક ફ્લાઇટ્સ ચલાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande