-છેલ્લા બે દિવસમાં કુલ 258 ડાબેરી ઉગ્રવાદીઓએ હિંસાનો માર્ગ છોડી દીધો
છે.
જગદલપુર, નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે જણાવ્યું હતું કે,” છત્તીસગઢમાં ભાજપ
સરકાર બન્યા પછી 2,100 નક્સલીઓએ
આત્મસમર્પણ કર્યું છે. વધુમાં, લગભગ 2,000 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે અને લગભગ 500ને નિશ્પ્રભાવી
કરવામાં આવ્યા છે.”
કેન્દ્રીય ગૃહમંત્રી શાહે આજે સોશિયલ મીડિયા પર લખ્યું છે
કે,” જાન્યુઆરી 2024 માં છત્તીસગઢમાં
ભાજપ સરકાર બન્યા પછી,
2,100 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં 1,785 ની ધરપકડ કરવામાં આવી છે અને 477 ને નિશ્પ્રભાવી
કરવામાં આવ્યા છે. આ 31 માર્ચ, 2026 પહેલા
નક્સલવાદને નાબૂદ કરવાના અમારા દૃઢ નિશ્ચયને દર્શાવે છે.”
તેમણે એમ પણ કહ્યું કે,”
ગુરુવારે છત્તીસગઢમાં 170 નક્સલીઓએ
આત્મસમર્પણ કર્યું, જેમાંથી એક દિવસ
પહેલા 27 લોકોએ પોતાના
શસ્ત્રો મૂક્યા હતા. મહારાષ્ટ્રમાં, 61 નક્સલીઓ પણ પોતાના શસ્ત્રો સમર્પણ કરીને મુખ્ય પ્રવાહમાં
પાછા ફર્યા છે.” તેમણે જણાવ્યું હતું કે,” છેલ્લા બે દિવસમાં કુલ 258 ડાબેરી
ઉગ્રવાદીઓએ હિંસાનો માર્ગ છોડી દીધો છે. નક્સલવાદ સામેની લડાઈમાં આ એક મોટી સફળતા
છે.”
શાહે એક્સપર લખ્યું હતું કે, હિંસાનો ત્યાગ કરવા અને ભારતીય બંધારણમાં
વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના તેમના નિર્ણય બદલ હું આ બધા લોકોની પ્રશંસા કરું છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારના સતત પ્રયાસોનું પરિણામ છે કે,
નક્સલવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. નક્સલવાદીઓ સામે અમારી નીતિ સ્પષ્ટ છે; જે લોકો શરણાગતિ
સ્વીકારવા માંગે છે તેમનું સ્વાગત છે, પરંતુ જે લોકો શસ્ત્રો ઉપાડવાનું ચાલુ રાખે છે તેમને આપણા
સુરક્ષા દળો દ્વારા કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.
તેમણે બધા નક્સલવાદીઓને તેમના શસ્ત્રો સોંપવા અને મુખ્ય
પ્રવાહમાં પાછા ફરવાની અપીલ કરી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા સાઇટ એક્સ
પર જણાવ્યું હતું કે,
દેશમાં નક્સલવાદીઓથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા હવે 18 થી ઘટીને 11 થઈ ગઈ છે.
વધુમાં, સૌથી વધુ
અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા 6 થી ઘટીને 3 થઈ ગઈ છે. હવે, છત્તીસગઢમાં આવા ફક્ત ત્રણ જિલ્લા બાકી છે: બીજાપુર, સુકમા અને
નારાયણપુર.”
હિન્દુસ્થાન સમાચાર/રાકેશ પાંડે/રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ