રાજસ્થાન પેટાચૂંટણી - ભાજપે અંતા માટે, મોરપાલ સુમનને ઉમેદવાર બનાવ્યા
નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ શુક્રવારે રાજસ્થાનની અંતા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે, પોતાના ઉમેદવારની જાહેરાત કરી. ભાજપે અંતા માટે મોરપાલ સુમનને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ બારન પંચાયત સમિતિના પ્રધ
બીજેપી


નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ શુક્રવારે

રાજસ્થાનની અંતા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે, પોતાના ઉમેદવારની જાહેરાત કરી.

ભાજપે અંતા માટે મોરપાલ સુમનને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ

બારન પંચાયત સમિતિના પ્રધાન છે. આ બેઠક માટે મતદાન 11 નવેમ્બરે થવાનું છે અને પરિણામો 14 નવેમ્બરે આવવાની

અપેક્ષા છે.

ઉલ્લેખનીય છે કે, 20 વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ કંવરલાલ મીણાએ,

વિધાનસભામાં પોતાનું સભ્યપદ ગુમાવ્યું હતું. એસડીએમપર પિસ્તોલ

તાકવાના, 20 વર્ષ જૂના

કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ મે મહિનામાં તેમનું સભ્યપદ સમાપ્ત કરવામાં

આવ્યું હતું. બેઠક ખાલી થયાના છ મહિનાની અંદર ચૂંટણીઓ યોજવી જરૂરી હોય છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સચિન બુધૌલિયા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande