જયરામ રમેશે, ચીન સાથે વધતી જતી વેપાર ખાધ અંગે કેન્દ્ર સરકારને ચેતવણી આપી
નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.). કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે, ચીન સાથે વધતી જતી વેપાર ખાધ અંગે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. રમેશે એક એક્સ-પોસ્ટમાં દાવો કર્યો છે કે, એપ્રિલથી સપ્ટેમ્બર 2025 દરમિયાન ચીન સાથે ભારતની વેપાર ખાધ વધીને 54.4 અબજ ડોલર
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ


નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.). કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે, ચીન સાથે વધતી જતી વેપાર ખાધ અંગે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે.

રમેશે એક એક્સ-પોસ્ટમાં દાવો કર્યો છે કે, એપ્રિલથી સપ્ટેમ્બર 2025 દરમિયાન ચીન સાથે ભારતની વેપાર ખાધ વધીને 54.4 અબજ ડોલર થઈ ગઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 49.6 અબજ ડોલર હતી. જયરામ રમેશે કહ્યું કે, ચીનમાંથી આયાત સતત વધી રહી છે, જેના પર સરકારે ધ્યાન આપવું જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande