ચેન્નાઈ, નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ): અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની પાર્ટી, તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) એ, કરુર ભાગદોડના 39 પીડિતોના પરિવારોને ₹20 લાખની નાણાકીય સહાય પૂરી પાડી છે. પાર્ટીએ આ રકમ પરિવારોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી છે.
સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા ટીવીકેએ જણાવ્યું હતું કે, 28 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવેલી જાહેરાત મુજબ, તેણે 18 ઓક્ટોબરના રોજ બેંક આરટીજીએસ દ્વારા પરિવાર કલ્યાણ ભંડોળ તરીકે ₹20 લાખ મોકલ્યા છે. પાર્ટીએ અસરગ્રસ્ત પરિવારોને આ સહાય સ્વીકારવા વિનંતી કરી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, 39 પરિવારોને ₹20 લાખ મોકલવામાં આવ્યા છે, જે કુલ ₹7.8 કરોડ થાય છે.
ઉલ્લેખનીય છે કે 27 સપ્ટેમ્બરના રોજ કરુરમાં થયેલી ભાગદોડમાં 39 લોકો માર્યા ગયા હતા અને 60 થી વધુ ઘાયલ થયા હતા. આ ઘટના બાદ ટીવીકેએ પ્રત્યેક મૃતકોના પરિવારજનોને ₹20 લાખ અને ઘાયલોને ₹2-2 લાખની રાહત રકમની જાહેરાત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ