નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.) ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી અને
આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓ પહેલા, કેન્દ્રીય નિરીક્ષકો તૈનાત કર્યા
છે. પંચે જણાવ્યું હતું કે,” નિરીક્ષકો તમામ પક્ષો અને ઉમેદવારો માટે સમાન રમતનું
મેદાન સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પ્રક્રિયા પર નજીકથી નજર રાખી રહ્યા છે.”
પંચના જણાવ્યા અનુસાર, “પ્રથમ તબક્કા માટે 121 સામાન્ય નિરીક્ષકો અને 18 પોલીસ
નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે.જ્યારે બીજા તબક્કા માટે 122 સામાન્ય અને ૨૦ પોલીસ
નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. વધુમાં, આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓ માટે આઠ સામાન્ય અને
આઠ પોલીસ નિરીક્ષકો મોકલવામાં આવ્યા છે. બધા નિરીક્ષકોએ તેમના સોંપાયેલા
મતવિસ્તારોની પ્રથમ મુલાકાત પૂર્ણ કરી લીધી છે અને હવે ત્યાં તૈનાત છે.”
ચૂંટણી પંચે તેમને ચૂંટણી પ્રક્રિયા પર નજીકથી નજર રાખવા
અને પારદર્શક, મુક્ત અને ન્યાયી
મતદાન સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. વધુમાં, નિરીક્ષકોને રાજકીય પક્ષો, ઉમેદવારો અને મતદારો સુધી પહોંચવા અને તેમની
ફરિયાદોનો તાત્કાલિક ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી છે. કમિશને કહ્યું કે,”
નિરીક્ષકોએ મતદાન મથકોની મુલાકાત લેવી જોઈએ અને મતદારોની સુવિધા માટે તાજેતરમાં
શરૂ કરાયેલી પહેલનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ