નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્ર સરકારે ચાર રાજ્યોમાં નોટરી
પબ્લિકની સંખ્યામાં વધારો કર્યો છે. કાયદા અને ન્યાય મંત્રાલયના કાનૂની બાબતોના
વિભાગે નોટરી (સુધારા) નિયમો, 2૦25 ને સૂચિત કર્યું. આ સૂચના 17 ઓક્ટોબરના રોજ જી.એસ.આર. 763(ઈ) તરીકે જારી
કરવામાં આવી હતી. નવા નિયમો ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવ્યા.
કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય અનુસાર, સરકારે ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન અને
નાગાલેન્ડમાં, નોટરી પબ્લિકની મહત્તમ સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં
નોટરી પબ્લિકની સંખ્યા 2,9૦૦ થી વધારીને 6,૦૦૦, તમિલનાડુમાં 2,5૦૦ થી વધારીને 3,5૦૦, રાજસ્થાનમાં 2,૦૦૦ થી વધારીને ૩,૦૦૦ અને
નાગાલેન્ડમાં 2૦૦ થી વધારીને 4૦૦ કરવામાં આવી છે.
આ ફેરફાર નોટરી એક્ટ, 1952 ની કલમ 15 હેઠળ કરવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું
હતું કે,” રાજ્ય સરકારોની વિનંતીઓના જવાબમાં આ પગલું લેવામાં આવ્યું છે. વસ્તી
વૃદ્ધિ અને રાજ્યોમાં વહીવટી એકમોની સંખ્યા સાથે, નોટરી સેવાઓની માંગમાં પણ વધારો થયો છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ