નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.) સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ 21 ઓક્ટોબરે પોલીસ
સ્મારક દિવસે, નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદ પોલીસ કર્મચારીઓને
શ્રદ્ધાંજલિ આપશે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને દિલ્હી પોલીસની સંયુક્ત પરેડ
મુખ્ય કાર્યક્રમ હશે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, “સંરક્ષણ
પ્રધાનની સાથે ગૃહ રાજ્યમંત્રી, સીએપીએફઅને સીપીઓના વડાઓ, નિવૃત્ત પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) અને અન્ય
અધિકારીઓ રહેશે, જેઓ પુષ્પાંજલિ
અર્પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન, સંરક્ષણ પ્રધાન, શહીદોની બહાદુરીને યાદ કરશે અને પોલીસ દળો
દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર પોતાના વિચારો શેર કરશે. આ કાર્યક્રમ હોટ
સ્પ્રિંગ્સ ખાતે શહીદ સ્મારક ખાતે, પુષ્પાંજલિ અર્પણ સાથે સમાપ્ત થશે. 22 થી 30 ઓક્ટોબર દરમિયાન
અહીં અનેક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં શહીદોના પરિવારોની મુલાકાત, પોલીસ બેન્ડ
પ્રદર્શન, મોટરસાયકલ રેલી, રન ફોર
માર્ટીર્સ, રક્તદાન શિબિર, નિબંધ અને ચિત્ર
સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય પોલીસ દળોની હિંમત, બલિદાન અને
સેવાને યાદ કરવાનો છે.”
ઉલ્લેખનીય છે કે, 1959 લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે ચીની
હુમલામાં શહીદ થયેલા દસ બહાદુર પોલીસકર્મીઓની યાદમાં દર વર્ષે 21 ઓક્ટોબરે પોલીસ
સ્મારક દિવસ ઉજવવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ