તેલ અવીવ, નવી દિલ્હી,02 ઓક્ટોબર (હિ.સ.)
ઇઝરાયલી નૌકાદળે ગાઝામાં માનવતાવાદી સહાય લઈ જતા જહાજોના કાફલાને અટકાવ્યો.જેને ધ ગ્લોબલ
સુમુદ ફ્લોટિલા તરીકે ઓળખવામાં આવે છે. સ્વીડિશ જલવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ
સહિત અનેક લોકોને, લઈ જનારા 47 નાના જહાજોના કાફલાને ઇઝરાયલી નૌકાદળે અટકાવ્યો હતો. આ
કાફલો ગાઝાના લોકો માટે ખોરાક અને દવા લઈ જઈ રહ્યો છે.
ટાઇમ્સ ઓફ ઇઝરાયલે ઇઝરાયલી વિદેશ મંત્રાલયને ટાંકીને કહ્યું
કે,” બોટને સુરક્ષિત રીતે અટકાવવામાં આવી હતી અને તેમાં સવાર લોકોને, ઇઝરાયલી બંદર
પર લઈ જવામાં આવી રહ્યા છે.” ઇઝરાયલનો દાવો છે કે,” કાફલાને તેનો માર્ગ બદલવા માટે
કહેવામાં આવ્યું હતું, કારણ કે તે યુદ્ધ ક્ષેત્રની નજીક આવી રહ્યું હતું.”
મંત્રાલયે જણાવ્યું હતું કે,” ગ્રેટા થનબર્ગ અને તેના સાથીઓ
સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઇઝરાયલી વિદેશ મંત્રાલયે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર એક વીડિયો
જાહેર કર્યો હતો, જેમાં ગ્રેટા
થનબર્ગને અટકાયતમાં લેવામાં આવી રહી છે અને તેનો સામાન પરત કરવામાં આવી રહ્યો છે.”
એક્સપોસ્ટમાં, ઇઝરાયલે આરોપ લગાવ્યો હતો કે,” હમાસ અને સુમુદ ફ્લોટિલાનો
એકમાત્ર હેતુ ઇઝરાયલને ઉશ્કેરવાનો છે. ઇઝરાયલ, ઇટલી અને ગ્રીસે ફ્લોટિલાને ગાઝામાં શાંતિપૂર્ણ રીતે
માનવતાવાદી સહાય પહોંચાડવા માટે, પરવાનગી આપવાની ઓફર કરી હતી, પરંતુ ફ્લોટિલાને
સહાયમાં નહીં, ઉશ્કેરણીમાં રસ
છે. ઇઝરાયલી નૌકાદળે હમાસ-સુમુદ ફ્લોટિલાને, સંપર્ક કર્યો અને તેમને તેમનો માર્ગ
બદલવા કહ્યું. ઇઝરાયલે ફ્લોટિલાને જાણ કરી કે, તે સક્રિય યુદ્ધ ક્ષેત્રની નજીક આવી
રહ્યું છે અને કાયદેસર નૌકાદળ નાકાબંધીનું ઉલ્લંઘન કરી રહ્યું છે.”
ઇઝરાયલે સલામત માધ્યમો દ્વારા, ગાઝામાં કોઈપણ સહાય
શાંતિપૂર્ણ રીતે પહોંચાડવાની તેની ઓફરનો પુનરોચ્ચાર કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ