'ધ કોલ હિમ ઓજી', બોક્સ ઓફિસ પર નબળી પડી
નવી દિલ્હી, 2 ઓક્ટોબર (હિ.સ.) સાઉથ સિનેમાના સુપરસ્ટાર પવન કલ્યાણની ફિલ્મ ''ધ કોલ હિમ ઓજી'' એ તેની શરૂઆતની રિલીઝ પછી બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી, પરંતુ હવે તેની ગતિ ધીમી પડી ગઈ છે. 25 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી આ એક્શન ડ
પવન


નવી દિલ્હી, 2 ઓક્ટોબર (હિ.સ.) સાઉથ સિનેમાના સુપરસ્ટાર પવન કલ્યાણની ફિલ્મ 'ધ કોલ હિમ ઓજી' એ તેની શરૂઆતની

રિલીઝ પછી બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી, પરંતુ હવે તેની ગતિ ધીમી પડી ગઈ છે. 25 સપ્ટેમ્બરના રોજ

રિલીઝ થયેલી આ એક્શન ડ્રામા ફિલ્મે, હવે સાત દિવસ પૂર્ણ કર્યા છે. નોંધપાત્ર રીતે, 1 ઓક્ટોબર, સાતમા દિવસે, ફિલ્મે અત્યાર

સુધીનો સૌથી ઓછું કલેક્શન નોધાવ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, સાતમા દિવસની

કમાણીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્ક અનુસાર, 'ધ કોલ હિમ ઓજી' એ તેની રિલીઝના

સાતમા દિવસે બધી ભાષાઓમાં આશરે, ₹7 કરોડની કમાણી કરી. છઠ્ઠા દિવસે, ફિલ્મે ₹7.25 કરોડની કમાણી

કરી. આમ, સાત દિવસમાં, ફિલ્મે ફક્ત

ભારતમાં જ કુલ ₹161.85 કરોડની કમાણી

કરી છે.

નોંધનીય છે કે, આ ફિલ્મ ઇમરાન હાશ્મીનું તેલુગુ સિનેમામાં

ડેબ્યૂ છે અને તેને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

પવન કલ્યાણની ધ કોલ હિમ ઓજી માટે બોક્સ ઓફિસ પર

સ્પર્ધા હવે વધુ કઠિન બની ગઈ છે. ઋષભ શેટ્ટી, 2 ઓક્ટોબરે કાંતારા ચેપ્ટર 1 સાથે મોટા પડદા

પર પાછા ફરશે, જે તેમની

બ્લોકબસ્ટર કાંતારા ની પ્રિકવલ છે. વરુણ ધવન અને જાહ્નવી કપૂરની

સની સંસ્કારી કી તુલસી કુમારી પણ થિયેટરોમાં, આવી ગઈ છે. આ બે

ફિલ્મોની રિલીઝ ઓજી ની કમાણી પર કેવી અસર કરશે તે જોવાનું બાકી છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande