જામનગર શહેરમાં દિવાળીના દિવસે આગની દુર્ઘટના ટાળવા 12 ફાયર ફાઈટર અને 85 જવાનો તૈનાત
જામનગર, 20 ઓક્ટોબર (હિ.સ.) : દીવાળીના તહેવારમાં ફટાકડા ફોડતા આગની મોટી દુર્ઘટના ન બને તે માટે જામનગર ફાયર બ્રિગેડે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાંચ સ્થળોએ ગાડી સાથે ફાયરની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાં
ફાયર વિભાગ


જામનગર, 20 ઓક્ટોબર (હિ.સ.) : દીવાળીના તહેવારમાં ફટાકડા ફોડતા આગની મોટી દુર્ઘટના ન બને તે માટે જામનગર ફાયર બ્રિગેડે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાંચ સ્થળોએ ગાડી સાથે ફાયરની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત દીવાળીના દીવસે ફાયરના અધિકારીઓ સહિત 85 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પાણીથી ભરેલી નાની-મોટી 12 ગાડીઓ રાખવામાં આવી છે.

જામનગર શહેરમાં દીવાળીના દીવસે કરોડો રુપિયાના ફટાકડા ફોડવામાં આવે છે. જેથી ફટાકડા ફોડવાથી આગના બનાવો પણ બને છે. જેથી આગથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર સી.એફ.ઓ. કે.કે.બિશ્નોઈએ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

જેમાં શહેરના કોઈ પણ વિસ્તારમાં આગનો બનાવ બને તો ત્વરિત પહોંચવા માટે શહેરના ડીકેવી કોલેજ પાસે, રણજીતસાગર રોડ પર ગ્રીન સીટી, દરબારગઢ, ઈન્દીરા માર્ગ અને બેડેશ્વરમાં ફાયરની ગાડી સાથે પાંચ-પાંચ ફાયર જવાનો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત ફાયર ઓફીસર સહિતના 85 ફાયર જવાનો દીવાળીના દીવસે આગને પહોંચી વળવા માટે તૈનાત રાખવામાં આવશે. જેમાં પાંચ સ્થળો સહિત 12 ફાયરની નાની-મોટી ગાડીઓ પાણીથી ભરીને રાખવામાં આવશે. જેથી જે તે વિસ્તારમાં આગનો બનાવ બનશે, તે વિસ્તારની નજીક હશે તે ગાડી સાથે ફાયરની ટીમ પહોંચીને ત્વરિત આગ બુઝાવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande