વડોદરામાં ગાજરાવાડી વિસ્તારમાં રોડ પર 7.5 ફૂટના મહાકાય મગરની કૂદાકૂદ,રેસ્ક્યૂ ટીમે કાબૂમાં લીધો
વડોદરા, 20 ઓકટોબર (હિ,સ,): વડોદરા શહેરમાં ચોમાસાની સીઝન પૂરી થઈ ગઈ છે, છતાં મગરો નીકળવાનો સિલસિલો હજી યથાવત્ છે. વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રોડ ઉપર 7.5 ફૂટનો મહાકાય મગર આવી ગયો હતો. એને પગલે આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રેસ્ક્યૂ
વડોદરામાં ગાજરાવાડી વિસ્તારમાં રોડ પર 7.5 ફૂટના મહાકાય મગરની કૂદાકૂદ,રેસ્ક્યૂ ટીમે કાબૂમાં લીધો


વડોદરા, 20 ઓકટોબર (હિ,સ,): વડોદરા શહેરમાં ચોમાસાની સીઝન પૂરી થઈ ગઈ છે, છતાં મગરો નીકળવાનો સિલસિલો હજી યથાવત્ છે. વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રોડ ઉપર 7.5 ફૂટનો મહાકાય મગર આવી ગયો હતો. એને પગલે આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રેસ્ક્યૂ-ઓપરેશન દરમિયાન મગરે કૂદાકૂદ કરતાં આસપાસ ઊભેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા હતા, જોકે ઘટનાસ્થળે પહોંચેલી રેસ્ક્યૂ ટીમ મગરને ખેંચીને દૂર લઈ ગઈ હતી અને ભારે જહેમત બાદ એને રેસ્ક્યૂ કર્યો હતો.

મગરને વડોદરા વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં ચોમાસાની સિઝનમાં કેટલાક મગરો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી ગયા હતા. આ પ્રકારના મગરો અત્યારે નીકળવાના શરૂ થયા છે, ત્યારે ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશન પાસે એક મગર રોડ ઉપર આવી ગયો હતો. એને પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી, જેથી આસપાસના લોકોએ તરત જ રેસ્ક્યૂ ટીમને જાણ કરતાં ટીમે સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ- ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વન વિભાગ આ મગરને સલામત રીતે તેના નિવાસસ્થાને (વિશ્વામિત્રી નદી) છોડી દેશે.

ગાજરાવાડી સુએજ પમ્પિંગ પાસે મગર હતો. એ રોડ ઉપર મંદિર પાસે આવી ગયો છે. આ મગર 7.5 ફૂટનો મગર છે, જેથી અમારી ટીમ મેમ્બર સંદીપ ગુપ્તા, મયૂર રાઉલજી અને વિશ્વ ગાંધી સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને મગરનું સલામત રીતે રેસ્ક્યૂ કર્યું કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈ પટેલને મગર સુપરત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા, જોકે આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande