રાણાવાવમાં આઝાદ ગ્રુપ દ્વારા સમૂહ સત્યનારાયણ કથા યોજાઇ
પોરબંદર, 20 ઓક્ટોબર (હિ.સ.): સંઘ શતાબ્દી વર્ષમાં ધનતેરસ ના પવિત્ર દિવસે રાણાવાવના સ્વયંસેવકો દ્વારા સામાજિક સમરસતાના વિષયને લઈને સત્યનારાયણ ભગવાનની સમૂહ કથાનું આયોજન કરેલ. જેમાં હિન્દૂ સમાજની અલગ અલગ 20 થી વધુ જ્ઞાતિમાંથી 100 પરિવાર દ્વારા એક સાથે
રાણાવાવમાં આઝાદ ગ્રુપ દ્વારા સમૂહ સત્યનારાયણ કથા યોજાઇ .


રાણાવાવમાં આઝાદ ગ્રુપ દ્વારા સમૂહ સત્યનારાયણ કથા યોજાઇ .


પોરબંદર, 20 ઓક્ટોબર (હિ.સ.): સંઘ શતાબ્દી વર્ષમાં ધનતેરસ ના પવિત્ર દિવસે રાણાવાવના સ્વયંસેવકો દ્વારા સામાજિક સમરસતાના વિષયને લઈને સત્યનારાયણ ભગવાનની સમૂહ કથાનું આયોજન કરેલ. જેમાં હિન્દૂ સમાજની અલગ અલગ 20 થી વધુ જ્ઞાતિમાંથી 100 પરિવાર દ્વારા એક સાથે પૂજા કરવામાં આવી હતી.

આઝાદ ગ્રુપ રાણાવાવ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનતેરસના પવિત્ર દિવસે સમૂહ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિના લોકો એકત્ર થઈ સામાજિક સમરસતા માટે સત્યનારાયણ ભગવાનની કથા યોજવામાં આવી હતી. આ તકે પોરબંદરના પ્રખ્યાત ભાગવત કથાકાર શાસ્ત્રીજી ચંદ્રેશભાઈ સેવક દ્વારા પોતાની મધુર વાણીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. શહેરની મધ્યમાં આરએસએસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કથામાં રાણાવાવના નગરજનો માટે સુંદર બેઠક વ્યવસ્થા, દૂધ કોલ્ડ્રિંક્સ તેમજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કથામાં વિવિધ જ્ઞાતિના 100 કુટુંબો પરિવાર સાથે પૂજા આરતીમાં જોડાયા હતા તેમજ જ્ઞાતિ આગેવાનો તથા સામાજિક, રાજકીય અગ્રણીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા વિશેષ કરીને 100 કુટુંબો ધનતેરસના દિવસે આ કથા ની પૂજા આરતીમાં જોડાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પોરબંદર જિલ્લા કાર્યવાહ રામભાઈ ઓડેદરાએ સંઘ દ્વારા સમાજ પરિવર્તન માટેના પાંચ મુદ્દાઓ જેમ કે કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ ,નાગરિક કર્તવ્ય અને સ્વદેશી સ્વ-જાગરણ મળીને તમામ લોકોને આ પાંચ વિષયો આચરણમાં લઈ આવવા માટેનું આહવાન કર્યું હતું. આરએસએસ ગ્રાઉન્ડ ખાતે આ કથાના આયોજન માટે આયોજનમાં સહભાગી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌ સમાજ શ્રેષ્ઠિઓ તથા પ્રબુધ્ધ નગરજનોએ આ સુંદર આયોજનને આવ્યું હતું તથા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande