દિવાળીની અનોખી ઉજવણી: રાજધાની ફાઉન્ડેશન મહેસાણા દ્વારા ગરીબ પરિવારોના ચહેરા પર સ્મિત રેલાવતું મીઠાઈ વિતરણ
મહેસાણા, 20 ઓક્ટોબર (હિ.સ.) દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે એક તરફ લોકો મોંઘી ખરીદી અને પાર્ટીઓ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજધાની ફાઉન્ડેશન મહેસાણા દ્વારા છેલ્લા ઘણા સમયથી એક પ્રેરણાદાયી સેવાકાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. ફાઉન્ડેશન
દિવાળીની અનોખી ઉજવણી: રાજધાની ફાઉન્ડેશન મહેસાણા દ્વારા ગરીબ પરિવારોના ચહેરા પર સ્મિત રેલાવતું મીઠાઈ વિતરણ


દિવાળીની અનોખી ઉજવણી: રાજધાની ફાઉન્ડેશન મહેસાણા દ્વારા ગરીબ પરિવારોના ચહેરા પર સ્મિત રેલાવતું મીઠાઈ વિતરણ


મહેસાણા, 20 ઓક્ટોબર (હિ.સ.)

દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે એક તરફ લોકો મોંઘી ખરીદી અને પાર્ટીઓ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજધાની ફાઉન્ડેશન મહેસાણા દ્વારા છેલ્લા ઘણા સમયથી એક પ્રેરણાદાયી સેવાકાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. ફાઉન્ડેશન દ્વારા સમાજના એવા વર્ગને દિવાળીની ખુશીઓ વહેંચવામાં આવી રહી છે, જેઓ દિવસના માત્ર ₹૨૦૦-₹૩૦૦ કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે.

રોજ કમાઈને રોજ ખાનારા શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદ પરિવારો માટે દિવાળીના તહેવારમાં મીઠાઈ ખરીદવી એ ઘણીવાર એક સ્વપ્ન સમાન હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને રાજધાની ફાઉન્ડેશનના કાર્યકરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને આ ગરીબ ભાઈ-બહેનોને મીઠાઈનું વિતરણ કર્યું હતું.ફાઉન્ડેશનના સભ્યોએ હાથલારી ચલાવતા, બાંધકામ ક્ષેત્રે મજૂરી કરતા, નાના-મોટા લારી-ગલ્લા ચલાવતા અને ફૂટપાથ પર રહેતા પરિવારોને ખાસ લક્ષ્ય બનાવ્યા હતા. મીઠાઈના પેકેટ આપીને તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande