ભાવનગર, 20 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે કાળીચૌદશ ના દિવસે એક મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જે આ કાળભૈરવનાથ ના મહાયજ્ઞ માં ૧૫૦ મણ સરપણ,૫૦૦લીટર સરસવ તેલ,અને ૧૦૦૦ કિલો તલ નો ઉપયોગ કરાયો હતો આમહા યજ્ઞ માં કાળભૈરવનાથ ભગવાન ના ઉપાસક કથાકાર રમેશભાઈ શુક્લ ના આમંત્રણ ને માન આપી ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જે અને વર્ષો થી આ મહા પર્વ નાં દિવસે આ યજ્ઞ માં યજમાન પદે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખશ્રી તેમજ ગુજરાત જી.એફ.સી.સી.એ ના ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઈ કુહાડા બેસવા નો લાભ લીધેલ તેની સાથે જોડાયેલ ગીર સોમનાથ જિલ્લા ભાજપ ના પૂર્વ ઉપ પ્રમુખ ધનસુખભાઇ કુહાડા, કડવા પાટીદાર સમાજ ના પ્રમુખ રસિકભાઈ પટેલ, ચંદ્રેશ શીલા એક્સપોર્ટર વિક્રમભાઈ સુયાણી, વેરાવળ પ્રેસ મીડિયા રિપોર્ટર મિતેશભાઇ પરમાર, મધુભાઈ ગોહેલ, સહિત ઉપસ્થિત રહી ને આ મહાયજ્ઞ નો લાભ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ