બાવળા નજીક, બે મહિના પહેલાં જ ખરીદેલ કાર બળીને ખાખ
અમદાવાદ,20 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ જિલ્લાના બાવળા નજીક ઝાપલી ખાંડ પાસે માત્ર બે મહિના પહેલાં જ ખરીદવામાં આવેલ નવી કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી, જોકે કાર ચાલકની સમયસૂચકતાને કારણે તેમનો આબાદ બચાવ થયો હતો.

બાવળા નજીક ઝાપલી ખાંડ નજીક રોડ પરથી પસાર થઈ રહેલી આ કારના આગળના ભાગમાંથી અચાનક ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું.

કાર ચાલકે તરત જ પરિસ્થિતિ પારખી લીધી અને તાત્કાલિક કાર રોકીને તેમાંથી બહાર નીકળી ગયા હતા.ચાલકના બહાર નીકળ્યાના ગણતરીની મિનિટોમાં જ કારે જોરદાર આગ પકડી લીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં આખી કાર આગમાં લપેટાઈ ગઈ અને બળીને લોખંડના ભંગારમાં ફેરવાઈ ગઈ. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

આ નવી કારમાં આગ લાગવાનું પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કાર નવી હોવા છતાં અચાનક આગ લાગવાની આ ઘટનાએ વાહન સુરક્ષા અને મેઈન્ટેનન્સ અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. સદભાગ્યે, ડ્રાઇવરે સમયસર પગલું ભરી લેતાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

 rajesh pande