અમરેલીમાં સિંહરાજનો સામસામે ઘર્ષણ, બગસરા-હામાપુર માર્ગ પર સ્ટેટ હાઈવે બન્યો જંગલનો મેદાન
અમરેલી, 20 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લામાં ફરી એકવાર જંગલરાજનો નજારો જોવા મળ્યો છે. બગસરાના હામાપુર માર્ગ પર અડધો ડઝન જેટલા સિંહોએ સ્ટેટ હાઇવે પર ધમાકેદાર એન્ટ્રી મારી હતી. સાક્ષીઓના જણાવ્યા મુજબ કુલ 6 જેટલા સિંહો રસ્તા પર આસન જમાવી બેઠા હતા. આ દ
અમરેલીમાં સિંહરાજનો સામસામે ઘર્ષણ! બગસરા-હામાપુર માર્ગ પર સ્ટેટ હાઈવે બન્યો જંગલનો મેદાન


અમરેલી, 20 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લામાં ફરી એકવાર જંગલરાજનો નજારો જોવા મળ્યો છે. બગસરાના હામાપુર માર્ગ પર અડધો ડઝન જેટલા સિંહોએ સ્ટેટ હાઇવે પર ધમાકેદાર એન્ટ્રી મારી હતી. સાક્ષીઓના જણાવ્યા મુજબ કુલ 6 જેટલા સિંહો રસ્તા પર આસન જમાવી બેઠા હતા. આ દરમિયાન એક સિંહ બેલડી સામે બીજી સિંહ બેલડી આવી જતા બંને વચ્ચે આધિપત્ય જમાવવા માટે જોરદાર ઘર્ષણ સર્જાયું હતું. રસ્તા પર જ બે સિંહોએ એકબીજા સામે ગર્જના કરી અને પાંજરીઓથી ઘા-પ્રતિઘા કર્યા હતા.

આ આખો નજારો બિલકુલ આફ્રિકાના જંગલ જેવા લાગતો હતો. સ્ટેટ હાઇવે પર પસાર થતા વાહનચાલકોને અચાનક રસ્તો રોકાઈ ગયો અને લોકોએ પોતપોતાના મોબાઈલમાં આ અદભૂત દૃશ્ય કેદ કરી લીધું. હાલ વનવિભાગની ટીમે વિસ્તારનો સંભાર સંભાળી લીધો છે અને સિંહોને જંગલ વિસ્તારમાં ખદેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. બગસરા-હામાપુર માર્ગ પર લોકોમાં ભારે ઉત્સુકતા અને ભયનું માહોલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande