પાટણના મહાલક્ષ્મી મંદિરોમાં દિવાળીની ભક્તિમય ઉજવણી
પાટણ, 20 ઓક્ટોબર (હિ.સ.)દિવાળીના પાવન પર્વ નિમિત્તે પાટણ શહેરમાં મહાલક્ષ્મી, મહાકાળી અને સરસ્વતી માતાની આરાધનાનું વિશેષ મહત્વ હોય છે. દિવાળીના પર્વમાં ચોપડાપૂજન અને શારદાપૂજનની પણ પરંપરાગત વિધિ અને આધ્યાત્મિક મહત્તા જોવા મળે છે. શહેરના નવાગંજ અને
પાટણના મહાલક્ષ્મી મંદિરોમાં દિવાળીની ભક્તિમય ઉજવણી


પાટણ, 20 ઓક્ટોબર (હિ.સ.)દિવાળીના પાવન પર્વ નિમિત્તે પાટણ શહેરમાં મહાલક્ષ્મી, મહાકાળી અને સરસ્વતી માતાની આરાધનાનું વિશેષ મહત્વ હોય છે. દિવાળીના પર્વમાં ચોપડાપૂજન અને શારદાપૂજનની પણ પરંપરાગત વિધિ અને આધ્યાત્મિક મહત્તા જોવા મળે છે.

શહેરના નવાગંજ અને ત્રણ દરવાજા પાસે આવેલા પ્રાચીન મહાલક્ષ્મી મંદિરોમાં ધનતેરસથી લઈ નવા વર્ષની શરૂઆત સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ત્રણ દરવાજા પાસેના મંદિરમાં ધનતેરસના દિવસે માતાજીનો અભિષેક વિધિપૂર્વક કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

ત્રણ દરવાજા પાસે આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરમાં ચોપડાનું શણગારપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મંદિરમાં સાત અશ્વોની સવારીનું દ્રશ્ય રચાયું હતું, જે ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ મંદિરમાં પેઢીદર પેઢી પૂજારીઓ સેવા આપી રહ્યા છે, જે તેની ઐતિહાસિક પરંપરાનું જીવંત ઉદાહરણ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande