ગીર સોમનાથ 20 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ પાલિકા સંચાલિત મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની વિધાર્થીની ગૌસ્વામી અક્ષરાબેને સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત દ્વારા યોજાયેલ 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા જે બોરસદ મુકામે યોજાયેલ હતી.
જેમાં રાજ્ય કક્ષાની અંડર - 19 વુશું સ્પર્ધામા 48-52 કિલો વજન કેટેગરીમા પ્રથમ ક્રમ મેળવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામા પસંદગી થતા શાળા પરિવાર, તાલુકાનું ગૌરવ વધાર્યું હતુ. જેમના કોચ અક્ષયભાઈ પરમારને પણ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ