પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટના પત્નીએ કરેલ બે અરજી હાઇકોર્ટે નકારી
- કોર્ટ, સરકારી વકીલે કહ્યું-જેલમાં બીજા IAS-IPS આવી સવલત માંગતા નથી અમદાવાદ,20 ઓકટોબર (હિ.સ.) કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા આઇપીએસ સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં બે અરજી કરવામાં આવી હતી. જેમાં એ
પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ


- કોર્ટ, સરકારી વકીલે કહ્યું-જેલમાં બીજા IAS-IPS આવી સવલત માંગતા નથી

અમદાવાદ,20 ઓકટોબર (હિ.સ.) કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા

આઇપીએસ સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં બે અરજી કરવામાં આવી હતી. જેમાં એક અરજી સંજીવ ભટ્ટને રાજકોટ જેલથી પાલનપુર જેલ ટ્રાન્સફરની અને બીજી અરજી રાજ્ય સરકારને સંજીવ ભટ્ટને ક્લાસ 1 કેદી તરીકે જાહેર કરતા નિર્દેશ માંગતી હતી. જોકે, ગુજરાત હાઇકોર્ટે આ બંને અરજી ફગાવી દીધી છે.

શ્વેતા ભટ્ટે પતિ સંજીવ ભટ્ટને ક્લાસ 1 કેદી તરીકે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવા હાઈકોર્ટના નિર્દેશ માંગતી અરજી કરી હતી. જેમાં જણાવ્યા મુજબ બોમ્બે જેલ મેન્યુઅલ અનુસાર આવા કેદીઓને ટેબલ, ખુરશી, બેડ જેવી વ્યવસ્થાઓ મળે છે. અરજદારના પતિ આઇપીએસ ઓફિસર રહ્યા છે અને સિનિયર સિટીઝન છે. તેઓને કસ્ટોડિયલ ડેથ કેસમાં જામનગરની કોર્ટ આજીવન કારાવાસની સજા ફટકારી હતી. તો પાલનપુરની કોર્ટે NDPS કેસમાં પણ સજા ફટકારી હતી.

હાલમાં સંજીવ ભટ્ટ રાજકોટની જેલમાં બંધ છે. જ્યાં મોટાભાગે હાર્ડકોર ક્રિમિનલ બંધ છે. સંજીવ ભટ્ટ IIT સ્કોલર રહી ચૂક્યા છે. તેમની પુત્રી સર્જન અને પુત્ર લંડનથી આર્કિટેક છે. સંજીવ ભટ્ટને સ્ટ્રેસ અને આર્થરાઇટિસની બીમારી છે. ડોક્ટરની સલાહ મુજબ તેઓ પગ વાળીને બેસી શકતા નથી.

આઇપીએસ સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ દ્વારા કરવામાં આવેલ અરજીના વિરોધમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, દોષિત ઠરેલા કેદીઓ માટે કોઈ ક્લાસની સગવડ હોય નહીં. તેઓ વર્ષ 2019 થી જેલમાં છે, ત્યારથી તેઓએ કોઈ આવી અરજી કરી નથી. તેઓને પાલનપુરથી રાજકોટની જેલમાં ટ્રાન્સફર કરાતા આ અરજી કરી છે. તેમને પાલનપુરની જેલમાં કોઈ વાંધો ન હતો.

અત્યારે પણ કેટલાક IAS અને IPS ઓફિસર જેલમાં છે. તેઓએ આવી કોઈ માગ કરી નથી. ગુનેગારે કયો અને કેવો ગુનો કર્યો છે. તે પણ કોર્ટે ધ્યાને લેવુ જોઈએ. જેલમાં સ્પેશિયલ ક્લાસ પાડી શકાય નહીં. કેદીઓને જોખમી વસ્તુઓ આપી શકાય નહીં. ડોક્ટરની સલાહમાં ક્યાય આર્થરાઈટીસનો ઉલ્લેખ નહીં. જેલ રીપોર્ટ મુજબ સંજીવ ભટ્ટને કોઉ તકલીફ નથી. યુવાનોને શરમાવે તેવી કસરત તેઓ કરે છે.

કોર્ટે નોંધ્યું હતું કે, જેલમાં જરૂરી મેડિકલ સુવિધાઓ મળે જ છે. મેડિકલ અસુવિધાની કોઈ ફરિયાદ અરજદારે કરી નથી. અરજદારે રજૂ કરેલા મુદ્દા સામાન્ય છે. કેદીઓ વચ્ચે ભેદભાવ કરી શકાય નહીં. તે સમાનતાના બંધારણીય સિદ્ધાંત વિરુદ્ધ છે. જેથી આ અરજી નકારવામાં આવે કે ઉપરાંત જેલ ટ્રાન્સફર માંગતી અરજી પણ નકારી નાખવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande