
જુનાગઢ 20 ઓક્ટોબર (હિ.સ.) જુનાગઢ જિલ્લાના માળિયાના ચોરવાડ ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. ચોરવાડ સામુહિક આરોગ્યકેન્દ્રમાં આયુષ્યમાન ભવ અંતર્ગત GMERS મેડિકલ કોલેજ જુનાગઢ અને સામુહિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં જનરલ સર્જન, એમ. ડી મેડિસન, સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત, સ્કિન સ્પેશિયાલીસ્ટ, માનસિક રોગ નિષ્ણાંત, કાન નાક ગળાના નિષ્ણાંત, દંત સર્જન, આંખના ડોક્ટર વગેરે તજજ્ઞો દ્વારા સેવાઓ પૂરી પાડી હતી. કુલ 252 જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ